હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી તા.૧૬: ભારતીય રેલ્વેમાં એક ચોંકાવનારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જ્યાં નિવૃત્ત કર્મચારીઓને સન્માન અને સેવાના પ્રતીક તરીકે આપવામાં આવતા સોનાના ઢોળવાળા ચાંદીના સિક્કા/મેડલ મુખ્યત્વે તાંબાના બનેલા હોવાનું જાણવા મળ્યું છે.
NABL-માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળા અને સરકારી પ્રયોગશાળા દ્વારા કરવામાં આવેલા પરીક્ષણોએ પુષ્ટિ આપી છે કે આ મેડલમાં ચાંદીનું પ્રમાણ માત્ર ૦.૨૩ ટકા છે, જ્યારે બાકીનું તાંબુ છે. આ છેતરપિડી પヘમિ મધ્ય રેલ્વેના ભોપાલ વિભાગમાં ૨૦૨૩ અને ૨૦૨૫ વચ્ચે નિવૃત્ત થનારા હજારો કર્મચારીઓને અસર કરે છે.
રેલ્વેએ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ ઇન્દોર સ્થિત એક કંપની પાસેથી ૩,૬૪૦ સિક્કાનો ઓર્ડર આપ્યો હતો, જેમાંથી ૩,૬૩૧ સિક્કા ભોપાલના જનરલ સ્ટોર્સ ડેપોને પૂરા પાડવામાં આવ્યા હતા. દરેક સિક્કાની અંદાજિત કિમત આશરે રૂા.૨,૨૦૦-૨,૫૦૦ થી વધુ બતાવવામાં આવી હતી, જેના કારણે કુલ કૌભાંડની રકમ રૂા.૯૦ લાખથી વધુ થઈ ગઈ છે. રેલ્વેએ કંપની સામે FIR દાખલ કરી છે અને સપ્લાયરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ભૂતપૂર્વ ચીફ લોકો ઇન્સ્પેક્ટર ટી.કે. ગૌતમે કહ્યું, આ સિક્કાઓ અગાઉ સરકારી ટંકશાળમાં બનાવવામાં આવતા હતા અને તેનું વિશેષ મહત્વ હતું. હવે, દરેક નિવૃત્ત કર્મચારી ચિતિત છે કે તેમનું માનદ વેતન પણ નકલી હોઈ શકે છે.
તેવી જ રીતે, જાન્યુઆરી ૨૦૨૫ માં ભોપાલ કોચ ફેક્ટરીમાંથી ૩૬ વર્ષની સેવા પછી નિવૃત્ત થયેલા હસરત જહાંએ કહ્યું, મેં મારો સિક્કો કાળજીપૂર્વક ડ્રોઇંગ રૂમમાં રાખ્યો હતો. અમને કહેવામાં આવ્યું હતું કે તે ૯૯ ટકા ચાંદીનો હતો. હવે રેલવેએ પોતે FIR નોંધાવી છે અને કહ્યું છે કે તે તાંબુનો હતો. મને છેતરપિડીનો અનુભવ થાય છે. આ અમારી સેવા માટે આદરનું પ્રતીક હોવું જોઈએ.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે કેટલાક નિવૃત્ત કર્મચારીઓ સિક્કા વેચવા માટે ઝવેરીઓ પાસે લઈ ગયા, જ્યાં તે નકલી હોવાનું જાણવા મળ્યું. રેલવે તકેદારી વિભાગે તાત્કાલિક NABL લેબ અને સરકારી લેબોરેટરીમાં પરીક્ષણોનો આદેશ આપ્યો, જેમાં છેતરપિડીની પુષ્ટિ થઈ.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM