હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાઉદી અરેબિયાના સૌથી વૃદ્ધ વ્યક્તિનું ૧૪૨ વર્ષની વયે નિધનઃ ૧૧૦ વર્ષની ઉંમરે લગ્ન કરીને બન્યા હતા પિતા
સામાન્ય માણસ સરેરાશ ઉંમરે પહોંચવા માટે પણ સંઘર્ષ કરે છે, ત્યારે ૧૪૨ વર્ષથી વધુ જીવવું એ પોતાનામાં જ આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે : ૧૩૪ બાળકો સાથેનો વિશાળ પરિવાર ધરાવે છે

રિયાધ તા.૧૬: સાઉદી અરેબિયામાં પોતાને દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ ગણાવતા નાસીર બિન રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું છે. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ તેમનું મૃત્યુ ૮ જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં થયું હતું. સામાન્ય માણસ સરેરાશ ઉંમરે પહોંચવા માટે પણ સંઘર્ષ કરે છે, ત્યારે ૧૪૨ વર્ષથી વધુ જીવવું એ પોતાનામાં જ આヘર્યજનક બાબત માનવામાં આવે છે.
ગલ્ફ ન્યૂઝ અનુસાર તેમના જનાજાની નમાજ દક્ષિણ ધહરાનમાં અદા કરવામાં આવી હતી, જેમાં ૭,૦૦૦ થી વધુ લોકો સામેલ થયા હતા. ત્યારબાદ તેમને તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં દફનાવવામાં આવ્યા હતા.
અલ વદાઈ પોતાની પાછળ ૧૩૪ બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. તેમના જીવનની એક ખાસ વાત એ હતી કે તેમણે ૧૧૦ વર્ષની વયે છેલ્લા લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેમને ત્યાં એક પુત્રીનો જન્મ પણ થયો હતો.
૧૮૮૪માં જન્મ સાઉદી મીડિયાના જણાવ્યા અનુસાર અલ વદાઈનો જન્મ ૧૮૮૪માં થયો હતો. આ તે વર્ષ હતું જ્યારે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનું નિર્માણ શરૂ થયું હતું અને તે સમયે સાઉદી અરેબિયાનું એકીકરણ પણ થયું ન હતું. તેમના પરિવારે જણાવ્યું કે તેમણે દેશના સ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનો સમયગાળો અને અનેક પેઢીઓ જોઈ હતી. ધાર્મિક આસ્થાના મામલે પણ તેઓ ખૂબ જ સમર્પિત હતા. તેમના વિશે જણાવવામાં આવે છે કે તેમણે તેમના જીવનકાળમાં ૪૦ થી વધુ વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી.
જોકે, બ્રિટિશ સોસાયટી ફોર રિસર્ચ ઓન એજિંગના ચેરમેન ડેવિડ વીનકોવે મેટ્રો ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે કોઈ વ્યક્તિનું ૧૪૨ વર્ષ સુધી જીવવું અસંભવ લાગે છે. અત્યાર સુધીના સત્યાપિત રેકોર્ડ મુજબ, દુનિયામાં સૌથી વધુ ઉંમર જીવનાર મહિલા જીન કેલમેન્ટ હતા, જેમની ઉંમર ૧૨૨ વર્ષ હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
