હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
વિકિપીડિયા હવે એઆઈ ટ્રેનિંગ માટે ટેક કંપનીઓ પાસેથી નાણાં વસૂલશે: માઈક્રોસોફ્ટ, મેટા અને એમેઝોન સાથે મહત્વના કરાર

ઓનલાઇન માહિતીના ભંડાર ગણાતા વિકિપીડિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોડલ્સને તાલીમ આપવા માટે તેના ડેટાના ઉપયોગ બદલ મોટી ટેક કંપનીઓ સાથે વ્યાપારી ભાગીદારી કરી છે.
વિકિપીડિયાનું સંચાલન કરતી વિકિમીડિયા ફાઉન્ડેશને માઈક્રોસોફ્ટ, મેટા (ફેસબુક) અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કરાર કર્યા છે. આ સમજૂતી હેઠળ, હવે આ ટેક કંપનીઓ પોતાના એઆઈ મોડલ્સને ટ્રેનિંગ આપવા માટે વિકિપીડિયાના કન્ટેન્ટનો ઉપયોગ કરશે અને તેના બદલામાં વિકિપીડિયાને નાણાકીય વળતર ચૂકવશે.
આ પગલાંનો ઉદ્દેશ્ય વિકિપીડિયાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો અને કન્ટેન્ટ સર્જકોના હિતોનું રક્ષણ કરવાનો છે. અત્યાર સુધી વિકિપીડિયાની માહિતી મફતમાં ઉપલબ્ધ હતી, પરંતુ એઆઈ કંપનીઓ દ્વારા તેના ડેટાનો મોટાપાયે વ્યાપારી ઉપયોગ થતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
