<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

દિલ્હી હાઈકોર્ટ હવે શનિવારે પણ કાર્યરત રહેશે: કેસોનું ભારણ ઘટાડવા માટે મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે કામકાજ ચાલુ રાખવાનો નિર્ણય

ન્યાયતંત્રમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા અને ઝડપી ન્યાય પ્રક્રિયા માટે દિલ્હી હાઈકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લેતા શનિવારે પણ કોર્ટ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

દિલ્હી હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે હવેથી દરેક મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે પણ કોર્ટનું કામકાજ ચાલુ રહેશે. 

સામાન્ય રીતે કોર્ટમાં શનિવારે રજા હોય છે, પરંતુ કેસોના વધતા જતા ભરાવાને પહોંચી વળવા માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 

આ દિવસો દરમિયાન ન્યાયાધીશો અને વકીલો નિયમિત દિવસોની જેમ જ કામગીરી બજાવશે. આ પગલાંથી સામાન્ય જનતાને ઝડપી ન્યાય મળશે અને ન્યાયિક પ્રક્રિયામાં ગતિ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(11:00 AM IST)