હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસનો નફો વધ્યો: ત્રીજા ત્રિમાસિક ગાળામાં કંપનીએ ૨૬૯ કરોડ રૂપિયાનો શુદ્ધ નફો નોંધાવ્યો

મુંબઈ: શ્રી મુકેશ અંબાણીની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ (જેએફએસ) એ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીએ મજબૂત નફો દર્શાવ્યો છે.
ગુરુવારે જાહેર કરાયેલા પરિણામો અનુસાર, જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડે ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૨૬૯ કરોડ રૂપિયા નોંધાવ્યો છે. કંપનીની આર્થિક કામગીરીમાં સુધારો અને વિવિધ નાણાકીય સેવામાં વિસ્તરણને કારણે આ પરિણામો જોવા મળ્યા છે.
રોકાણકારો માટે આ આંકડા પ્રોત્સાહક માનવામાં આવી રહ્યા છે, કારણ કે કંપની સતત ડિજિટલ ફાઇનાન્સ અને લેન્ડિંગ બિઝનેસમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
