હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
અનલિસ્ટેડ શેરોની બજાર પર સેબી સકંજો કસશે: નિયમન બહાર ધમધમતા બજારને કાયદાકીય માળખામાં લાવવા વિચારણા

મુંબઈ: શેરબજારમાં લિસ્ટ થયા વગરના શેરો (અનલિસ્ટેડ શેર્સ) ના વધી રહેલા કારોબાર અને જોખમોને ધ્યાનમાં રાખીને સેબી હવે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.
સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ સંકેત આપ્યો છે કે માર્કેટ રેગ્યુલેટર હવે અનલિસ્ટેડ શેર માર્કેટનું નિયમન કરવા માટે સક્રિય બની છે. હાલમાં આ માર્કેટ સેબીની સીધી દેખરેખ બહાર ચાલી રહ્યું છે અને તેમાં રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી રહી છે.
શ્રી પાંડેએ જણાવ્યું હતું કે, આ સેગમેન્ટમાં પારદર્શિતાનો અભાવ છે અને રોકાણકારો માટે જોખમ રહેલું છે, તેથી સેબી તપાસ કરી રહી છે કે આ બજારમાં કઈ રીતે હસ્તક્ષેપ કરવો અને તેને નિયમન હેઠળ લાવવું.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
