News of Friday, 16th January 2026
અમેરિકાએ ઈરાન પર ફરી પ્રતિબંધો લાદ્યા: ૧૮ વ્યક્તિઓ અને સંસ્થાઓ બ્લેકલિસ્ટ

વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં વધતી તંગદિલી વચ્ચે અમેરિકાએ ઈરાન સામે આર્થિક ઘેરાબંધી મજબૂત કરતા નવા કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે.
અમેરિકાએ ઈરાનની ૧૮ જેટલી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિબંધો ઈરાનના મિસાઈલ અને ડ્રોન કાર્યક્રમો તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપવા બદલ લગાવવામાં આવ્યા હોવાનું મનાય છે.
આ કાર્યવાહી હેઠળ પ્રતિબંધિત વ્યક્તિઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેમની સાથે કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ગેરકાયદેસર ગણાશે. આ પગલાંથી અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો વધુ વણસે તેવી શક્યતા છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
