ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
બાંગ્લાદેશમાં હિંદુઓ પર ફરી વળ્યું આતંકનું મોજું: કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓના ઘર સળગાવાયા અને ૧૫ થી વધુ લોકોની હત્યા

બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની સરકાર આવ્યા બાદ પણ લઘુમતી હિંદુઓ પરના અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા. જાન્યુઆરી ૨૦૨૬ના પ્રારંભે જ કટ્ટરપંથી તત્વોએ ફરી માથું ઊંચક્યું છે અને હિંદુઓના ઘરો સળગાવવાની તથા લૂંટફાટની ગંભીર ઘટનાઓ સામે આવી છે.
ઢાકા અને આસપાસના વિસ્તારોમાંથી પ્રાપ્ત થતી સત્તાવાર મીડિયા વિગતો મુજબ, બાંગ્લાદેશમાં છેલ્લા ૪૫ દિવસમાં જ ૧૫ જેટલા લઘુમતી હિંદુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જાન્યુઆરી ૨૦૨૬ના પહેલા પખવાડિયામાં જ કટ્ટરપંથીઓએ સમીર દાસ, પ્રલય ચકી અને જોય મહાપાત્રા જેવા નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યા હતા. પિરોજપુર જિલ્લાના ડુમરીતલા ગામમાં હિંદુ પરિવારના પાંચ ઘરોને આગ ચાંપી દેવાની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો છે.
અહેવાલો અનુસાર, કટ્ટરપંથી ટોળાઓ દ્વારા હિંદુઓની સંપત્તિ લૂંટવી, દુકાનોમાં તોડફોડ કરવી અને ઘરબાર સળગાવી દેવા જેવી ઘટનાઓ બની રહી છે.
એક અહેવાલ મુજબ શરિયતપુર જિલ્લામાં ખોકન ચંદ્ર દાસ નામના વેપારી પર જીવલેણ હુમલો કરી તેમને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ ઘટનાઓ છતાં ત્યાંની યુનુસ સરકાર આ હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહી છે અને તેને માત્ર 'પ્રોપેગન્ડા' ગણાવી રહી છે, જેની સામે ભારતીય વિદેશ મંત્રાલયે પણ લાલ આંખ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
