હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th January 2026
સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચેના તણાવની સીધી અસર: યમનની રાજનીતિ પર જોવા મળી છે. યમનના વડાપ્રધાન સાલેમ બિન બ્રેક નું રાજીનામું

સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત વચ્ચેના તણાવની સીધી અસર યમનની રાજનીતિ પર જોવા મળી છે.
યમનના વડાપ્રધાન સાલેમ બિન બ્રેક એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે.
સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે યમનમાં પ્રભાવ જમાવવાને લઈને ચાલી રહેલા સંઘર્ષ અને દક્ષિણ યમનમાં યુએઈ સમર્થિત અલગતાવાદી જૂથોની ગતિવિધિઓને કારણે સરકારમાં અસ્થિરતા સર્જાઈ હતી, જેના પગલે તેમણે રાજીનામું આપવું પડ્યું.
યમનની પ્રેસિડેન્શિયલ કાઉન્સિલે વિદેશ મંત્રી શાયા મોહસેન ઝિંદાની ને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હવે નવી સરકારની રચના કરશે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
