હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સસરાના મૃત્યુ પછી પણ વિધવા પુત્રવધૂને મિલકતમાં મળશે અધિકાર
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચૂકાદો કાયદાકીય ગૂંચવણો દૂર કરી મહિલાઓના આર્થિક અધિકારોને વધુ મજબૂત બનાવવા કોર્ટનો આદેશ

નવી દિલ્હી, તા.૧૬: ભારતની સર્વોચ્ચ અદાલતે મહિલાઓના અધિકારોના પક્ષમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય સંભળાવ્યો છે. જસ્ટિસ પંકજ મિત્તલ અને એસવીએન ભટ્ટીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈસ્ત્રી તેના સસરાના મળત્યુ પછી વિધવા બને છે, તો પણ તે તેના સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવવા માટે સંપૂર્ણ હકદાર છે. અત્યાર સુધી કાયદાકીય જગતમાં એવી માન્યતા અને દલીલ હતી કે જો પતિનું મળત્યુ સસરાના હયાતીમાં થયું હોય તો જ પુત્રવધૂ આ હકનો દાવો કરી શકે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ જૂની વિચારધારાને ફગાવી દઈને સ્પષ્ટ કર્યું છે કે વિધવા પુત્રવધૂનો આ અધિકાર અબાધિત છે અને સમયના આધારે તેમાં કોઈ ભેદભાવ કરી શકાય નહીં.
કોર્ટે આ ચુકાદામાં પ્રાચીન શાષાો અને આધુનિક બંધારણીય મૂલ્યોનો સુંદર સમન્વય સાધ્યો છે. ન્યાયાધીશોએ પોતાના ચુકાદામાં મનુસ્મળતિનો ઉલ્લેખ કરીને ભારતીય સંસ્કળતિમાં વિધવાઓના રક્ષણની પરંપરાને યાદ અપાવી હતી. કોર્ટે નીચલી અદાલતના તે આદેશને પણ રદ કર્યો હતો જેમાં ટેકનિકલ કારણોસર પુત્રવધૂને ભરણપોષણ આપવાની ના પાડવામાં આવી હતી. બેન્ચે મક્કમપણે જણાવ્યું હતું કે, કોઈસ્ત્રી કયારે વિધવા થઈ - સસરા જીવતા હતા ત્યારે કે તેમના મળત્યુ પછી - તે બાબત ભરણપોષણના અધિકારને અસર કરી શકે નહીં. આવો ભેદભાવ ગેરબંધારણીય અને અતાર્કિક છે, જે મહિલાના જીવન જીવવાના અધિકાર પર તરાપ સમાન છે.
હિન્દુ દત્તક અને ભરણપોષણ અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૨૨નો હવાલો આપતા સુપ્રીમ કોર્ટે સમજાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિનું મળત્યુ થાય છે ત્યારે તેની સંપત્તિ મેળવનાર તમામ વારસદારોની એ નૈતિક અને કાયદાકીય ફરજ છે કે તેઓ મળતક પર નિર્ભર આશ્રિતોનું ભરણપોષણ કરે. આ આશ્રિતોની યાદીમાં વિધવા પુત્રવધૂનો સમાવેશ અનિવાર્ય છે. આ નિર્ણયથી સમાજમાં વિધવા મહિલાઓની આર્થિક સુરક્ષા સુનિヘતિ થશે અને મિલકત માટે થતા કૌટુંબિક ઝઘડાઓમાં મહિલાઓને ન્યાય મેળવવાનું હવે વધુ સરળ બનશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
