<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પુણેમાં કાકા-ભત્રીજાનો જાદુ ચાલ્‍યો નહીઃ ભાજપ મોટી જીત તરફ

૧૬૫ બેઠકોમાંથી ૫૨ બેઠકો પર ભાજપને લીડ

મુંબઈ, તા.૧૬: મહારાષ્‍ટ્રના ૨૯ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોમાંથી ૨૬માં ભાજપ આગળ છે. ચૂંટણીના વલણો અનુસાર, રાજ્‍યના મોટાભાગના શહેરી સંસ્‍થાઓમાં ભાજપનું વર્ચસ્‍વ સ્‍પષ્ટપણે દેખાય છે. જોકે, સાંગલી, કોલ્‍હાપુર, વસઈ-વિરાર અને માલેગાંવ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપ હજુ સુધી આગળ નથી વધી શકયો, અને આ બેઠકો પર કોંગ્રેસ સાથે સીધી સ્‍પર્ધા ચાલુ છે. પુણે અને પિંપરી-ચિંચવડ જેવા મુખ્‍ય શહેરી વિસ્‍તારોમાં, બે એનસીપી જૂથો વચ્‍ચે જોડાણ હોવા છતાં ભાજપ આગળ છે, જે આ મ્‍યુનિસિપલ કોર્પોરેશનોમાં પણ શાસક પક્ષની સ્‍થિતિ મજબૂત બનાવે છે. પૂણેમાં ૧૬૫ બેઠકોમંથી ૭૫ બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી ૫૨ બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્‍યારે એનસીપી ગઠબંધન માત્ર ૧૮ જ બેઠક પર લીડમાં જણાય છે. જ્‍યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં ૧ જ બેઠક આવી છે.

કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી મુરલીધર મોહોલે પીએમસી ચૂંટણીના વલણો પર જણાવ્‍યું હતું કે, ઉભરતા વલણો સૂચવે છે કે ભાજપ પુણે અને પિંપરી-ચિંચવડ બંનેમાં ક્‍લીન સ્‍વીપ હાંસલ કરશે. ભાજપ એક જ એજન્‍ડા પર ચૂંટણી લડે છે વિકાસ. પુણેના લોકોએ આ આધારે મતદાન કર્યું છે. અમે વિકાસના મુદ્દા પર મત માંગીએ છીએ. પુણેના લોકોએ અમારામાં અને વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો છે. વલણો સ્‍પષ્ટપણે સૂચવે છે કે ભાજપ મેયર તરીકે ચૂંટાશે. 

(3:46 PM IST)