હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
₹30,000 કરોડનો જંગ: કપૂર ખાનદાનમાં 'મહાભારત': પ્રિયા સચદેવે કરિશ્માના ગુપ્ત દસ્તાવેજો ખોલવા નાખ્યો દાવ
વસિયતનામામાં છેડછાડના આરોપ અને વોટ્સએપ ચેટ્સ વાયરલ થતા ખળભળાટ: કરિશ્મા કપૂરના બાળકો અને સાવકી માતા પ્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ જામ્યો: ફોન લોકેશનના ડેટાએ ખોલી દીધી પોલ?

નવી દિલ્હી: બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂર અને તેના પૂર્વ પતિ સ્વ. સંજય કપૂરના પરિવાર વચ્ચેનો મિલકત વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ₹30,000 કરોડની અઢળક સંપત્તિ પર કબજો મેળવવા માટે સંજયની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ અને કરિશ્માના બાળકો (સમાયરા અને કિયાન) સામસામે આવી ગયા છે. પ્રિયાએ હવે સુપ્રીમ કોર્ટમાં કરિશ્મા અને સંજયના 2016ના છૂટાછેડાના ગુપ્ત દસ્તાવેજોની માંગણી કરીને નવો વિવાદ છેડ્યો છે. આ દાવ પાછળનો હેતુ છૂટાછેડા સમયે થયેલી નાણાકીય લેવડ-દેવડની વિગતો જાણીને બાળકોના દાવાને નબળો પાડવાનો હોવાનું મનાય છે. આ કાનૂની લડાઈ હવે માત્ર મિલકત પૂરતી મર્યાદિત નથી રહી, પણ કપૂર પરિવારના બે દાયકા જૂના અંગત રહસ્યોને પણ સાર્વજનિક કરી રહી છે.
બીજી તરફ, આ કેસમાં 'ડિજિટલ પુરાવા' એ એન્ટ્રી કરતા જ પ્રિયા સચદેવની મુશ્કેલીઓ વધી હોય તેવું લાગે છે. કરિશ્માના બાળકોએ દિલ્હી હાઈકોર્ટમાં સનસનાટીભર્યા પુરાવા રજૂ કર્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે દિવસે વિવાદિત વસિયતનામું તૈયાર થયું હોવાનું કહેવાય છે (21 માર્ચ, 2025), તે દિવસે પ્રિયા ગુરુગ્રામમાં હોવાનો ખોટો દાવો કરી રહી છે. ડિજિટલ લોકેશન ડેટા મુજબ તે સમયે પ્રિયાનો ફોન દિલ્હીમાં હતો. આ વિરોધાભાસે પ્રિયાની વિશ્વસનીયતા પર મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. એટલું જ નહીં, તે જ દિવસે કરિશ્મા અને સંજય વચ્ચે બાળકોની 'પોર્ટુગીઝ નાગરિકતા' અંગે થયેલી વોટ્સએપ ચેટ પણ હવે પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહી છે.
કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે જસ્ટિસ એ.એસ. ચાંદુરકરની બેન્ચ સમક્ષ જે રીતે આ મામલો પહોંચ્યો છે, તે જોતા આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટ પ્રિયાને છૂટાછેડાના કાગળો જોવાની મંજૂરી આપે છે, તો કરિશ્મા કપૂરની પ્રાઈવસી જોખમમાં મુકાઈ શકે છે. બીજી તરફ, જો વસિયતનામામાં છેડછાડના આરોપો સાબિત થશે, તો પ્રિયા સચદેવ સામે ફોજદારી ગુનો પણ નોંધાઈ શકે છે. ₹30,000 કરોડની આ લડાઈમાં હવે સત્તા, પૈસો અને પર્સનલ ચેટ્સનો એવો ગૂંચવાડો ઉભો થયો છે કે જેણે દેશના સૌથી મોટા બિઝનેસ અને ફિલ્મ પરિવારોનું ધ્યાન ખેંચ્યું છે. શું બાળકો પોતાની હક મેળવી શકશે કે પછી પ્રિયાનો આ નવો દાવ બાજી પલટી નાખશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
