<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ને વેગ આપવા કેન્દ્ર સરકારની મોટી તૈયારી; સંરક્ષણ કંપનીઓમાં વિદેશી રોકાણની મર્યાદા ૪૯ ટકાથી વધારીને ૭૪ ટકા કરવા વિચારણા

આ પગલાંથી ભારતમાં અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી આવશે અને સ્થાનિક ઉત્પાદનને મોટું પ્રોત્સાહન મળશે

નવી દિલ્હી: ભારતીય સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા અને વિદેશી મુદ્રા ભંડોળને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ, સરકાર સંરક્ષણ કંપનીઓમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ની વર્તમાન મર્યાદા જે ૪૯ ટકા છે, તેને વધારીને ૭૪ ટકા કરવા વિચારી રહી છે.

આ પગલાંથી ભારતમાં અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી આવશે અને સ્થાનિક ઉત્પાદનને મોટું પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


 

(8:33 PM IST)