News of Friday, 16th January 2026
સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ગુજરાતનું ‘ગિફ્ટ સિટી’ ચમકશે; ૧૯થી ૨૩ જાન્યુઆરી દરમિયાન વૈશ્વિક રોકાણકારો સમક્ષ પ્રેઝન્ટેશન
ગિફ્ટ સિટીમાં રહેલી રોકાણની તકો અને ત્યાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અંગે વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને નેતાઓને માહિતગાર કરવામાં આવશે

ગાંધીનગર : ગુજરાતનું ગૌરવ અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીસ સેન્ટર એટલે કે ગિફ્ટ સિટી હવે વૈશ્વિક મંચ પર છવાવા જઈ રહ્યું છે.
સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે તારીખ ૧૯થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈફ)ની વાર્ષિક બેઠકમાં ગિફ્ટ સિટી ભાગ લેશે.
આ સમિટમાં ગિફ્ટ સિટીમાં રહેલી રોકાણની તકો અને ત્યાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ અંગે વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને નેતાઓને માહિતગાર કરવામાં આવશે, જેથી ગુજરાતમાં વધુ વિદેશી રોકાણ આકર્ષી શકાય.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
