<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

મહારાષ્ટ્રની લાતુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો; દેશમુખ પરિવારના ગઢમાં ભાજપને માત્ર ૧૨ બેઠકો મળી, જ્યારે કોંગ્રેસે ૩૭ બેઠકો પર વિજય મેળવ્યો

લાતુર જે દિવંગત નેતા વિલાસરાવ દેશમુખ અને તેમના પરિવારનો ગઢ માનવામાં આવે છે: આ પરિણામોએ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી

પૂણે: મહારાષ્ટ્રના લાતુરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. લાતુર જે દિવંગત નેતા વિલાસરાવ દેશમુખ અને તેમના પરિવારનો ગઢ માનવામાં આવે છે, ત્યાં ફરી એકવાર દેશમુખ પરિવારનું વર્ચસ્વ જોવા મળ્યું છે.
 ચૂંટણી પરિણામો મુજબ, કોંગ્રેસ પક્ષે કુલ ૩૭ બેઠકો પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને માત્ર ૧૨ બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ પરિણામોએ રાજ્યના રાજકારણમાં ફરી એકવાર ચર્ચા જગાવી છે.



 

(8:39 PM IST)