<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

દેશમાં કાર્યરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં તમિલનાડુ અવ્વલ; ટોચના ૫ રાજ્યોમાં મહારાષ્ટ્ર બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે, ઉત્તર પ્રદેશ પાંચમા સ્થાને

૩૪ એસઈઝેડ સાથે તેલંગાણા ત્રીજા ક્રમે અને ૩૪ એસઈઝેડ સાથે કર્ણાટક ચોથા ક્રમે: ઔદ્યોગિક વિકાસમાં દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રભુત્વ

મુંબઈ: ભારતમાં ઉદ્યોગો અને નિકાસને પ્રોત્સાહન આપતા કાર્યરત સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)ની સંખ્યાના મામલે તમિલનાડુએ બાજી મારી છે.
તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, તમિલનાડુ ૪૯ કાર્યરત એસઈઝેડ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. ત્યારબાદ ૩૭ એસઈઝેડ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે, ૩૪ એસઈઝેડ સાથે તેલંગાણા ત્રીજા ક્રમે અને ૩૪ એસઈઝેડ સાથે કર્ણાટક ચોથા ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશ ૧૪ કાર્યરત એસઈઝેડ સાથે પાંચમા ક્રમે રહ્યું છે.
આ આંકડાઓ ઔદ્યોગિક વિકાસમાં દક્ષિણ ભારતના રાજ્યોનું પ્રભુત્વ દર્શાવે છે.

(8:40 PM IST)