હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નેશનલ સ્ટાર્ટઅપ ડે: ભારતીય બિઝનેસ જગતની આ 10 'વુમન પાવર' જેમણે બદલી નાખી સ્ટાર્ટઅપની વ્યાખ્યા; પુરુષોના વર્ચસ્વ વાળા ક્ષેત્રોમાં સ્થાપ્યું સામ્રાજ્ય
સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષ પૂર્ણ: બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને પ્રાઈવેટ જેટ સુધીના વ્યવસાયોમાં મહિલાઓએ મજાવ્યો દબદબો; જાણો દેશની તે 10 પ્રેરણાદાયી મહિલાઓ વિશે જેમણે શૂન્યમાંથી સર્જ્યું સર્જન

નવી દિલ્હી:આજે ૧૬ જાન્યુઆરી એટલે કે 'નેશનલ સ્ટાર્ટઅપ ડે'. ભારત સરકારે જ્યારે ૧૦ વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનની શરૂઆત કરી હતી, ત્યારે કદાચ કોઈએ કલ્પના નહીં કરી હોય કે દેશની દીકરીઓ આ મિશનને નવી ઉંચાઈ પર લઈ જશે. આજે ભારતના ખૂણે ખૂણેથી નવીન વિચારો સાથે મહિલાઓ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઉતરી રહી છે અને માત્ર સફળ જ નથી થઈ રહી, પરંતુ હજારો લોકોને રોજગારી પણ આપી રહી છે.
સીમાચિહ્નરૂપ સફળતા મેળવનાર ૧૦ અગ્રણી મહિલાઓ: ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં જેમના નામનો ડંકો વાગે છે તેવી ૧૦ પ્રભાવશાળી મહિલા સ્થાપકોની યાદી અહીં છે:
૧. ફાલ્ગુની નાયર (Nykaa): ઇન્વેસ્ટમેન્ટ બેંકરની આરામદાયક નોકરી છોડીને ૫૦ વર્ષની ઉંમરે 'નાયકા'ની શરૂઆત કરનાર ફાલ્ગુની આજે દેશના સૌથી સફળ મહિલા ઉદ્યોગસાહસિકોમાં મોખરે છે.
૨. ગઝલ અલગ (Mamaearth): કેમિકલ મુક્ત પ્રોડક્ટ્સ બનાવવાની ઈચ્છા સાથે શરૂ થયેલું તેમનું સ્ટાર્ટઅપ આજે ઘરે-ઘરે જાણીતું બન્યું છે.
૩. વિનીતા સિંહ (SUGAR Cosmetics): શાર્ક ટેન્ક ઇન્ડિયા દ્વારા જાણીતા બનેલા વિનીતાએ કોસ્મેટિક્સ માર્કેટમાં ગ્લોબલ બ્રાન્ડ્સને ટક્કર આપી છે.
૪. કનિકા ટેકરીવાલ (JetSetGo): કેન્સર જેવી બીમારીને મ્હાત આપીને તેમણે ખાનગી જેટ ભાડે આપવાનું અનોખું સ્ટાર્ટઅપ 'જેટસેટગો' સફળતાપૂર્વક ઉભું કર્યું છે.
૫. નમિતા થાપર (Emcure Pharma): હેલ્થકેર ક્ષેત્રે તેમના નેતૃત્વ હેઠળ એમક્યોર ફાર્માએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.
આ યાદીમાં ઉપાસના તકુ (MobiKwik), સબીના ચોપરા (Yatra.com), ગરિમા સાહની (Pristyn Care), નેહા બંસલ (Lenskart) અને નેહા સિંહ (Tracxn) જેવી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી હોય, ફાઈનાન્સ હોય કે એવિએશન – સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ વ્યવસાયો ઉભા કરવાની ક્ષમતા ધરાવે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે જાહેર કર્યો છે જેનો ઉદ્દેશ્ય નવા સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો છે. છેલ્લા એક દાયકામાં ભારતમાં મહિલાઓના નેતૃત્વવાળા સ્ટાર્ટઅપ્સમાં ૧૮% થી વધુનો વધારો જોવા મળ્યો છે. આજે મહિલાઓ માત્ર મેક-અપ કે ફેશન પૂરતી સીમિત નથી, પરંતુ એગ્રી-ટેક, ફિન-ટેક અને એરોસ્પેસ જેવા જટિલ ક્ષેત્રોમાં પણ પોતાનું લોખંડી મનોબળ બતાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
