હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એમેઝોનના રહસ્યમય જંગલોમાંથી આવ્યું દુનિયાને ચોંકાવતું ફૂટેજ: જ્યારે 'સંપર્ક વિહોણી' આદિજાતિ અને આધુનિક માનવી સામસામે આવ્યા, લોહીની નદીઓ વહેવાને બદલે સર્જાયો ચમત્કાર!
૨૦ વર્ષના સંશોધન બાદ પોલ રોઝોલીએ કેદ કરી ઐતિહાસિક ક્ષણ; તીરો ચલાવવાને બદલે આદિવાસીઓએ કેમ નીચે મૂકી દીધા પોતાના શસ્ત્રો? જુઓ સભ્યતાઓના મિલનની આ અનોખી વાર્તા

એમેઝોન રેઈનફોરેસ્ટ : દુનિયાના નકશા પર આજે પણ એવા કેટલાક ખૂણાઓ છે જ્યાં આધુનિક સભ્યતાનો પડછાયો પણ પડ્યો નથી. એમેઝોનના ગાઢ જંગલોમાં વસતી આવી જ એક 'અનકોન્ટેક્ટેડ' (સંપર્ક વિહોણી) આદિજાતિનો અત્યંત દુર્લભ અને હાઈ-ડેફિનેશન વિડિયો લેખક અને સંરક્ષણવાદી પોલ રોઝોલીએ દુનિયા સામે રજૂ કર્યો છે. આ ફૂટેજ જોઈને વિજ્ઞાનીઓ અને સામાન્ય જનતા સ્તબ્ધ છે, કારણ કે અત્યાર સુધી આવી આદિજાતિઓના માત્ર ઝાંખા ફોટા જ ઉપલબ્ધ હતા.
તણાવભરી ક્ષણો: શસ્ત્રો સાથેનો સામનો
લેક્સ ફ્રિડમેનના શોમાં આ વીડિયો શેર કરતા રોઝોલીએ જણાવ્યું કે, જ્યારે તેઓ અને તેમની ટીમ નદી કિનારે હતા, ત્યારે અચાનક પતંગિયાઓના વાદળની વચ્ચેથી આદિવાસી પુરુષોનું એક જૂથ બહાર આવ્યું. તેમના હાથમાં તીક્ષ્ણ ધનુષ અને તીર હતા. રોઝોલી કહે છે, "એ ક્ષણે મને લાગ્યું કે ગમે ત્યારે એક તીર આવશે અને મારો જીવ લેશે. તેમની બોડી લેંગ્વેજ એકદમ સાવધ અને આક્રમક હતી, તેઓ અમને સતત સ્કેન કરી રહ્યા હતા."
હિંસા નહીં, પણ સમજદારીની જીત
પરંતુ, આશ્ચર્યજનક રીતે થોડી જ ક્ષણોમાં માહોલ બદલાઈ ગયો. જેમ જેમ અંતર ઘટ્યું, તેમ તેમ આદિવાસીઓને સમજાયું કે સામે ઉભેલા લોકો તેમના માટે ખતરો નથી. રોઝોલીએ તેમને ખોરાક ભરેલી એક નાવડી (Canoe) ભેટમાં આપી. આ જોઈને આદિવાસીઓએ એક પછી એક પોતાના શસ્ત્રો નીચે મૂકવાનું શરૂ કર્યું. રોઝોલી આ ક્ષણને તેમના જીવનનો સૌથી ગહન અનુભવ ગણાવે છે, જેમાં બે અલગ-અલગ દુનિયાના લોકોએ ભાષા વગર એકબીજા પર વિશ્વાસ મૂક્યો હતો.
વિશ્વમાં હજુ પણ ૨૦૦ જેટલા ગ્રુપ સંપર્ક વિહોણા
નિષ્ણાતોના મતે, આખી દુનિયામાં અત્યારે માત્ર ૨૦૦ જેટલી જ આદિજાતિઓ એવી બચી છે જેઓ બહારની દુનિયાથી સંપૂર્ણપણે અજાણ છે. આ સમુદાયો બ્રાઝિલ અને પેરુના જંગલોમાં છુપાયેલા છે. તેમની સાથે સીધો સંપર્ક કરવો જોખમી હોઈ શકે છે, કારણ કે સામાન્ય શરદી-ઉધરસ જેવા આધુનિક રોગો સામે લડવાની તેમની પાસે રોગપ્રતિકારક શક્તિ હોતી નથી, જે તેમના આખા વંશનો નાશ કરી શકે છે.
રોઝોલીનું આ ફૂટેજ માત્ર એક વિડિયો નથી, પરંતુ માનવ સભ્યતાના મૂળ અને શાંતિના સંદેશનું એક જીવંત ઉદાહરણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
