<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

બીએમસી ચૂંટણી: ૨૨૭ બેઠકોનું ફાઈનલ પરિણામ જાહેર: ૮૯ બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ: ભાજપ - શિવસેના શિંદે જૂથની યુતીને ચાર બેઠકોની સામાન્ય લીડ

મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણીના તમામ ૨૨૭ બેઠકોના પરિણામો સામે આવ્યા છે. ૧૧૪ના જાદુઈ આંકડા સુધી કોઈ એક પક્ષ એકલા હાથે પહોંચી શક્યો નથી. ૮૯ બેઠકો જીતીને ભાજપ પહેલા ક્રમે, જ્યારે ૬૫ બેઠકો સાથે ઉદ્ધવ ઠાકરે જૂથ બીજા ક્રમે રહ્યું.

મુંબઈ જિલ્લા (શહેર અને પરા)ના તમામ વોર્ડના પરિણામો પર નજર કરીએ તો પક્ષવાર સ્થિતિ નીચે મુજબ છે

 * ભારતીય જનતા પાર્ટી (ભાજપ): ૮૯ બેઠકો * શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે - યુબીટી): ૬૫ બેઠકો * શિવસેના (એકનાથ શિંદે જૂથ): ૨૯ બેઠકો * કોંગ્રેસ: ૨૪ બેઠકો * એમઆઈએમ (એમઆઈએમ): ૯ બેઠકો * મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે): ૬ બેઠકો * એનસીપી (અજિત પવાર જૂથ): ૩ બેઠકો * સમાજવાદી પાર્ટી: ૨ બેઠકો * એનસીપી (શરદ પવાર જૂથ): ૧ બેઠક

બીએમસીમાં સત્તા સ્થાપવા માટે ૧૧૪ બેઠકોની જરૂર છે. પરિણામો જોતા ભાજપ (૮૯) અને શિવસેના શિંદે જૂથ ગઠબંધનનો કુલ આંકડો ૧૧૮ થાય છે, જે બહુમતીના આંકડા ૧૧૪ કરતા વધારે છે. આમ, ભાજપ ગઠબંધન સત્તા સ્થાપવાની મજબૂત સ્થિતિમાં છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથ ૬૫ બેઠકો સાથે બીજા નંબરનો સૌથી મોટો પક્ષ બન્યો છે અને કોંગ્રેસ ૨૪ બેઠકો સાથે ચોથા ક્રમે છે.

 

 

(11:12 PM IST)