<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

બિહારના સીવાનમાં પોલીસ એન્કાઉન્ટર દરમિયાન બે સગી બહેનોને ગોળી વાગી, પરિવારનો ગંભીર આરોપ: પોલીસે અંધાધૂંધ ફાયરિંગ કરીને જાણીજોઈને છોકરીઓને ટાર્ગેટ કરી હોવાનો દાવો

બિહારના સીવાન જિલ્લામાં અપરાધીઓને પકડવા ગયેલી પોલીસની કાર્યવાહી વિવાદમાં આવી છે. એન્કાઉન્ટર દરમિયાન બે બહેનો (નીતુ કુમારી અને અંજુ કુમારી)ને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે.
પીડિત પરિવારનો આક્ષેપ છે કે પોલીસ જેવી ત્યાં પહોંચી કે તરત જ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો અને જાણીજોઈને યુવતીઓને નિશાન બનાવી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પોલીસ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.

 

(1:41 AM IST)