<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

ઉત્તર પ્રદેશમાં બનેવી અને સાળીએ હાથ પકડીને ટ્રેન નીચે પડતું મૂક્યું, બે વર્ષથી પ્રેમસંબંધ હતો: મૃતદેહોના ચિથરેહાલ થયા, કપડાં અને તલ પરથી ઓળખ થઈ શકી


ઉત્તર પ્રદેશમાં સામાજિક સંબંધોને લજવતી અને કરુણ ઘટના બની છે. રિતેશ નામના યુવક અને તેની સાળી મુસ્કાન વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. સમાજના ડરથી અથવા સંબંધોને સ્વીકૃતિ ન મળવાની હતાશામાં બંનેએ હાથ પકડીને ચાલતી ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
ટ્રેનની અડફેટે આવવાથી મૃતદેહોની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે પોલીસ માટે ઓળખ કરવી મુશ્કેલ બની હતી. છેવટે તેમના કપડાં અને શરીર પરના નિશાન (તલ)ના આધારે પરિવારજનોએ તેમની ઓળખ કરી હતી.

 

(1:45 AM IST)