<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિસ્ર અને ઈથિયોપિયા વચ્ચે પાણીની વહેંચણીના વિવાદમાં મધ્યસ્થીની ઓફર કરી: આંતરરાષ્ટ્રીય સ્તરે આ મધ્યસ્થીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના ગણાતા મિસ્ર (ઈજીપ્ત) અને ઈથિયોપિયા વચ્ચેના જળ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. આ બંને દેશો વચ્ચે લાંબા સમયથી પાણીની વહેંચણીને લઈને તણાવ ચાલી રહ્યો છે.

નાઈલ નદીના પાણી અને ડેમ મુદ્દે મિસ્ર અને ઈથિયોપિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોને શાંતિપૂર્ણ સમાધાન માટે મધ્યસ્થી બનવાની ઓફર કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર આફ્રિકાના આ વિસ્તારમાં સ્થિરતા જાળવવાનો અને જળ સંસાધનોના યોગ્ય ઉપયોગ અંગે સર્વસંમતિ સાધવાનો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મધ્યસ્થીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

(10:59 AM IST)