<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

કાલિનાનાં કોંગ્રેસનાં ઉમેદવાર માત્ર ૭ મતથી જીત્‍યાં

BJP દ્વારા મતગણતરીને પડકારવામાં આવી છતાં વિજય થયો

મુંબઇઃ તા.૧૭, બૃહન્‍મુંબઈ મ્‍યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીની ગણતરી દરમ્‍યાન સાંતાક્રુઝ-ઈસ્‍ટમાં ભારે રસાકસી જોવા મળી હતી.કોંૅગ્રેસનાં ટ્‍યુલિપ મિરાન્‍ડા કાલિના (વોર્ડ-નંબર ૯૦)માં માત્ર ૭ મતની લીડ સાથે વિજયી બન્‍યાં છે. ઇ  ન્‍ડિયન નેશનલ કોન્‍ગ્રેસ (INC)ની ઉમેદવાર ટ્‍યુલિપ મિરાન્‍ડાએ ૫૧૯૭ મત મેળવ્‍યા હતા અને તેમના વિરોધી ભારતીય જનતા પાર્ટી (BJP)નાં જયોતિ ઉપાધ્‍યાય ૫૧૯૦ મત સાથે રનરઅપ રહ્યાં હતાં. આ વોર્ડમાં ઊભેલા કુલ ૧૦ ઉમેદવારમાંથી આ બન્ને ઉમેદવારમાં સ્‍પર્ધા જોવા મળી હતી. BJP ના ઉમેદવારે ફરી મતગણતરી માટે ચેલેન્‍જ કરી હતી. જોકે એમાં પણ રિઝલ્‍ટ સરખું જ રહ્યું હતું. ટ્‍યુલિપ મિરાન્‍ડા કોર્પોરેટર તરીકે તેમના બીજા કાર્યકાળમાં સેવા આપશે.

(11:03 AM IST)