<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

મહારાષ્ટ્રમાં ભાજપના પ્રચંડ મોજા વચ્ચે કોંગ્રેસ અડીખમ: પાંચ કોર્પોરેશનમાં પોતાની સત્તા જાળવી રાખી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફી જોરદાર લહેર જોવા મળી હતી, પરંતુ તેમ છતાં કોંગ્રેસ પક્ષે રાજ્યના મહત્વના પાંચ શહેરોમાં પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળતા મેળવી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, રાજ્યભરમાં ભાજપનો પ્રભાવ વધ્યો હોવા છતાં, ચંદ્રપુર, ભિવંડી, પરભણી, લાતુર અને કોલ્હાપુર મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ પાંચેય શહેરોમાં મતદારોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો છે, જેના પરિણામે અહીં કોંગ્રેસના મેયર બનવાનો માર્ગ મોકળો થયો છે.

ભાજપના 'વેવ' વચ્ચે પણ આ પાંચ કોર્પોરેશનમાં મળેલી જીત કોંગ્રેસ માટે સંજીવની સમાન માનવામાં આવે છે. ખાસ કરીને લાતુર અને કોલ્હાપુર જેવા પરંપરાગત વિસ્તારોમાં પક્ષે પકડ મજબૂત રાખી છે. આ પરિણામો દર્શાવે છે કે સ્થાનિક સ્તરે હજુ પણ કોંગ્રેસનો જનાધાર અકબંધ છે.

(11:12 AM IST)