તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું આકરું વલણ: સમર્થન નહીં આપનારા દેશો પર ટેરિફ લાદવાની ખુલ્લી ધમકી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે ફરી એકવાર આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે દેશો અમેરિકાની આ યોજનાને ટેકો નહીં આપે તેમના પર આર્થિક પ્રતિબંધો અથવા ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે.
વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાને તેની રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રીનલેન્ડની તાતી જરૂર છે. તેમણે આ મુદ્દાને રાષ્ટ્રીય હિત સાથે જોડીને સ્પષ્ટ કર્યું હતું કે આ બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ ભૌગોલિક અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અમેરિકા માટે મહત્વનું છે.
તેમણે કહ્યું કે જો કોઈ દેશ ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાની અમેરિકાની યોજનામાં અવરોધ રૂપ બનશે અથવા સમર્થન નહીં આપે, તો અમેરિકા તે દેશો પર વધારાના ટેરિફ લાદવા માટે અચકાશે નહીં. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર ગ્રીનલેન્ડનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
