News of Saturday, 17th January 2026
જમ્મુ-કાશ્મીરના મેંઢરમાંથી 'પીઆઈએ' લખેલો પાકિસ્તાની ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક

જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તાર મેંઢરમાં ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અહીંના ચોકી સલવા ગામના ખેતરોમાંથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ) લખેલો વિમાન આકારનો ફુગ્ગો મળી આવ્યો છે.
પોલીસ અહેવાલો અનુસાર, ગઈકાલે બપોરે ચોકી સલવા ગામના કેટલાક સ્થાનિક રહેવાસીઓએ ખેતરમાં એક વિચિત્ર વસ્તુ પડેલી જોઈ હતી. નજીક જઈને તપાસ કરતા તે વિમાનના આકારનો ફુગ્ગો હોવાનું જણાયું હતું, જેના પર અંગ્રેજી અક્ષરોમાં 'પીઆઈએ' લખેલું હતું. આ ફુગ્ગાનો એક ભાગ ફાટેલી હાલતમાં હતો.
ગ્રામજનોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફુગ્ગો જપ્ત કર્યો હતો અને તે ક્યાંથી આવ્યો તથા તેનો હેતુ શું હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. સરહદી વિસ્તારમાં અવારનવાર પાકિસ્તાન તરફથી આવા ફુગ્ગા આવતા હોવાના બનાવો ભૂતકાળમાં પણ બન્યા છે, જેને સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીરતાથી લેવામાં આવે છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
