હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આસામમાં 'મોદી મેજિક': ગુવાહાટીમાં ૪ કિમી લાંબા રોડ શોમાં ઉમટ્યું માનવ મહેરામણ, પીએમ મોદીએ વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ ધરી
બંગાળની રેલીમાં મમતા સરકાર પર આકરા પ્રહાર: "ઘૂસણખોરો અને સત્તાધીશોનું ગઠબંધન તોડવું પડશે," ઈન્દોર રેકોર્ડ અને BMC જીતનો ઉલ્લેખ કરી જનરલ-ઝેડ (Gen-Z) ના ભરોસા પર મૂક્યો ભાર

ગુવાહાટી: પ્રશ્ચિમ બંગાળના માલદામાં ગર્જના કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસની આસામ મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા છે. ગુવાહાટી એરપોર્ટ પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી અઝારા સુધીના ૪ કિલોમીટર લાંબા રોડ શોમાં પ્રધાનમંત્રીની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન 'મોદી-મોદી' ના નારાથી આખું ગુવાહાટી ગુંજી ઉઠ્યું હતું, જેનો વીડિયો શેર કરતા મુખ્યમંત્રીએ તેને 'માનવતાનો સમુદ્ર' ગણાવ્યો હતો.
આસામ પહોંચતા પહેલા પીએમ મોદીએ માલદામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ગરીબોની દુશ્મન ગણાવતા કહ્યું કે, બંગાળમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. તેમણે આરોપ લગાવ્યો કે, "TMC સરકાર ઘૂસણખોરોને વસાવીને તેમને વોટબેંકમાં ફેરવવાની રમત રમી રહી છે, જે યુવાનોની નોકરી અને બહેન-દીકરીઓની સુરક્ષા છીનવી રહ્યા છે." તેમણે લોકોને અપીલ કરી કે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે બંગાળમાં ભાજપ સરકાર અનિવાર્ય છે.
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં શુક્રવારે જાહેર થયેલા BMC ચૂંટણીના પરિણામોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, મુંબઈમાં ઠાકરેના ગઢમાં ભાજપની ઐતિહાસિક જીત એ સાબિત કરે છે કે આજની નવી પેઢી એટલે કે 'જનરલ-ઝેડ' (Gen-Z) પણ ભાજપના વિકાસ મોડેલ અને સુશાસનમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, કેરળથી લઈને બિહાર અને આસામ સુધી ભાજપની સ્વીકાર્યતા સતત વધી રહી છે.
પીએમ મોદીએ માલદાથી ભારતની પ્રથમ 'વંદે ભારત સ્લીપર ટ્રેન' ને લીલી ઝંડી બતાવી હતી, જે ગુવાહાટી અને હાવડાને જોડશે. ₹૪,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરતા તેમણે જણાવ્યું કે, આ પ્રીમિયમ રાત્રિ મુસાફરી ઉત્તર-પૂર્વ ભારત માટે કનેક્ટિવિટીના નવા દ્વાર ખોલશે. આ ૧૬ કોચવાળી ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે એસી ૧-ટાયર, ૨-ટાયર અને ૩-ટાયર કોચનો સમાવેશ થાય છે.
ખેડૂતો અને ગરીબો માટે મોદીની ગેરંટી: પીએમએ માલદાની પ્રખ્યાત કેરીના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર કોલ્ડ સ્ટોરેજ અને ફૂડ પ્રોસેસિંગ માટે ₹૧ લાખ કરોડની વ્યવસ્થા કરી રહી છે, જેનો સીધો લાભ બંગાળના ખેડૂતોને મળશે. સાથે જ તેમણે બંગાળમાં આયુષ્માન ભારત યોજના લાગુ ન કરવા બદલ રાજ્ય સરકારની ટીકા કરી અને ગરીબોને ₹૫ લાખ સુધીની મફત સારવારની ખાતરી આપી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
