તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
માત્ર ૩ લાખમાં પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરવાની સુવર્ણ તક: બ્રિટિશ કંપની 'શેલ' આપી રહી છે બિઝનેસ ઓફર
આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે ઉદ્યોગસાહસિક બનવાનું સપનું થશે સાકાર: શેલ ઇન્ડિયાએ ભારતમાં રિટેલ ફ્રેન્ચાઇઝી મોડેલ હેઠળ નવા ભાગીદારોની શોધ શરૂ કરી : ઇંધણની સાથે અન્ય સેવાઓ દ્વારા પણ લાખોની કમાણી કરવાની તક

નવી દિલ્હી: ભારતના ઉર્જા ક્ષેત્રમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે બ્રિટિશ જાયન્ટ કંપની 'શેલ' હવે સામાન્ય માનવીને ભાગીદાર બનાવવાની તક આપી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ધરાવતી આ કંપની ભારતમાં તેના રિટેલ નેટવર્કનો વિસ્તાર કરી રહી છે, જેમાં નવા ઉદ્યોગસાહસિકો શેલના બેનર હેઠળ ફ્યુઅલ સ્ટેશન ચલાવી શકે છે. કંપની બ્રાન્ડિંગ, ઇંધણ પુરવઠો અને તકનીકી સહાય પૂરી પાડે છે, જેનાથી ફ્રેન્ચાઇઝી ધારકને સ્થાપિત બિઝનેસ મોડેલનો સીધો લાભ મળે છે. આ ઓફર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ઓછા રોકાણમાં લાંબા ગાળાનો અને સ્થિર વ્યવસાય કરવા માંગે છે.
શેલ ફ્રેન્ચાઇઝી મેળવવા માટેના માપદંડો પણ ખૂબ જ સ્પષ્ટ રાખવામાં આવ્યા છે. ૨૫ વર્ષથી વધુની વય અને રિટેલ અથવા સેલ્સ ક્ષેત્રે ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિઓ આ માટે અરજી કરી શકે છે. કંપની માત્ર રોકાણકાર જ નહીં પરંતુ કુશળ સંચાલકની શોધમાં છે, જે ટીમ મેનેજમેન્ટ અને ગ્રાહક સેવાના ઉચ્ચ ધોરણો જાળવી શકે. આ મોડેલની સૌથી મોટી ખાસિયત એ છે કે ઇંધણના વેચાણ પર મળતા કમિશન ઉપરાંત, 'શેલ સિલેક્ટ' સ્ટોર, કાર વોશ અને લુબ્રિકન્ટ્સ જેવી સહાયક સેવાઓ દ્વારા આવકના અનેક સ્ત્રોતો ઉભા કરી શકાય છે.
આ વ્યવસાયમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો શેલ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રારંભિક સિક્યોરિટી ડિપોઝિટ અને વર્કિંગ કેપિટલ સાથે આ વ્યવસાય શરૂ કરી શકાય છે, જે સ્થાન અને સ્કેલ મુજબ અલગ-અલગ હોઈ શકે છે. અરજીની ચકાસણી કર્યા બાદ, શેલની ટીમ લાયક ઉમેદવારોને સંપૂર્ણ તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડે છે. ભારતમાં વધતા જતા વાહનો અને પ્રીમિયમ ફ્યુઅલની માંગને જોતા, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથેનું આ જોડાણ ભારતીય યુવાનો માટે આર્થિક પ્રગતિનું નવું દ્વાર ખોલી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
