હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"તમે જ છો વિકસિત ભારતના અસલી શિલ્પી": પ્રજાસત્તાક દિવસ શિબિરમાં NCC કેડેટ્સની શિસ્ત જોઈ સંરક્ષણ સચિવ ગદગદ; 'ઓપરેશન સિંદૂર'માં બતાવેલી હિંમતને બિરદાવી
આપત્તિ વ્યવસ્થાપનથી લઈને યમુના સફાઈ સુધી, રાષ્ટ્ર નિર્માણના દરેક મોરચે કેડેટ્સનું પ્રદાન અતુલનીય - નવી દિલ્હીમાં ગણતંત્ર દિવસ કેમ્પ-2026નું ભવ્ય આયોજન

નવી દિલ્હી: દેશની રાજધાનીમાં આયોજિત નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના ગણતંત્ર દિવસ શિબિર-2026 માં આજે દેશના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કેડેટ્સના જુસ્સાને સલામી આપી હતી. તેમણે કેડેટ્સને સંબોધતા કહ્યું કે, NCC માત્ર એક સંગઠન નથી પણ તે ભારતના ભવિષ્યના ઘડતરની પાઠશાળા છે. ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નાગરિક સંરક્ષણની ભૂમિકામાં કેડેટ્સે જે હિંમત અને અદભૂત શિસ્ત બતાવી છે, તે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
પર્યાવરણ અને રાષ્ટ્ર સેવામાં અગ્રેસર
સંરક્ષણ સચિવે કેડેટ્સ દ્વારા સામાજિક જવાબદારીના ક્ષેત્રમાં કરવામાં આવેલા કાર્યોની લાંબી યાદી ટાંકી હતી. તેમણે 'એક પેડ મા કે નામ', 'પુનીત સાગર અભિયાન' અને 'યમુના સફાઈ અભિયાન' જેવી મહત્વની સરકારી પહેલોમાં NCC ના સક્રિય યોગદાનની ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે નોંધ્યું કે જ્યારે પણ દેશ પર કોઈ આપત્તિ આવે છે ત્યારે આ કેડેટ્સ કોઈ પણ સ્વાર્થ વગર ફ્રન્ટલાઈન પર ઉભા રહીને મદદ કરે છે.
વિકસિત ભારતના શિલ્પીઓ
રાજેશ કુમાર સિંહે કેડેટ્સને સંબોધતા એક ખૂબ જ ભાવુક વાત કહી કે, "તમે માત્ર યુનિફોર્મ પહેરેલા યુવાનો નથી, પણ તમે ૨૦૪૭ ના વિકસિત ભારતના મુખ્ય શિલ્પીઓ છો." તેમણે દરેક કેડેટને નમ્ર રહેવા, હિંમત કેળવવા અને રાષ્ટ્રીય આદર્શો પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ રહેવા આહ્વાન કર્યું હતું. આ વર્ષના કેમ્પમાં દેશના ખૂણેખૂણેથી આવેલા શ્રેષ્ઠ કેડેટ્સે પોતાની કલા અને શૌર્યનું પ્રદર્શન કર્યું હતું.
શિબિરનું મહત્વ
પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેવો એ દરેક કેડેટનું સપનું હોય છે. આ શિબિરમાં કડક તાલીમ બાદ પસંદગી પામેલા કેડેટ્સ ૨૬મી જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર પોતાની તાકાત બતાવશે. સંરક્ષણ સચિવની મુલાકાતથી કેડેટ્સમાં ઉત્સાહનો નવો સંચાર જોવા મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
