<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ઈરાનમાં સરકાર વિરોધી પ્રચંડ હિંસક દેખાવોનો અંત: આયાતુલ્લા ખામેનેઈએ આ અશાંતિ માટે અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા: કહ્યું કે આ બંને દેશોએ ઈરાનને અંદરથી નબળું પાડવા માટે કાવતરું ઘડ્યું હતું

વિદ્રોહને સંપૂર્ણપણે ડામી દેવામાં આવ્યો હોવાની જાહેરાત: ખામેનેઈએ અમેરિકાના ટ્રમ્પને 'ક્રિમિનલ' ગણાવ્યા: મોબાઈલ મેસેજિંગ સેવાઓ તેમજ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી

તહેરાન: ઈરાનમાં આર્થિક સંકટને લઈને શરૂ થયેલા દેખાવો હિંસક બન્યા બાદ સરકારે કડક કાર્યવાહી કરી છે. સુપ્રીમ લીડર આયાતુલ્લા ખામેનેઈએ આ અશાંતિ માટે અમેરિકા અને ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે.

 

ઈરાનમાં ડિસેમ્બરના અંતથી આર્થિક સમસ્યાઓને લઈને શરૂ થયેલા પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.. ઈરાની સુરક્ષા અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે દેશમાં અશાંતિ ફેલાવનારાઓને બક્ષવામાં આવશે નહીં અને જરૂર પડ્યે કડક સજા પણ કરવામાં આવશે.

 

બીજી તરફ, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ દાવો કર્યો છે કે દેશમાં વિદ્રોહને સંપૂર્ણપણે ડામી દેવામાં આવ્યો છે. તેમણે પોતાના સંબોધનમાં અમેરિકા અને ઈઝરાયલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, આ બંને દેશોએ ઈરાનને અંદરથી નબળું પાડવા માટે કાવતરું ઘડ્યું હતું. 

 

ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'ક્રિમિનલ' ગણાવતા કહ્યું કે, તેમણે ખુલ્લેઆમ દંગાઈઓને સમર્થન આપ્યું હતું, જેના કારણે જાનમાલનું નુકસાન થયું છે. જોકે, સરકારે હવે દાવો કર્યો છે કે હાલત ધીરે-ધીરે સામાન્ય થઈ રહ્યા છે અને મોબાઈલ મેસેજિંગ સેવાઓ તેમજ શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. લેબનાનના હિજબુલ્લાહ સંગઠને પણ ઈરાનના સમર્થનમાં નિવેદન આપ્યું છે.

(12:27 PM IST)