<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ફરી જોખમી સ્તરે: એક્યુઆઈ ૪૦૦ ને પાર, ગ્રેપ-૪ ના નિયંત્રણો લાગુ

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ ગાઢ ધુમ્મસ અને ઠંડી વચ્ચે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું

નવી દિલ્હી: રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ થતાં ગ્રેપ-૪ ની પાબંધીઓ લાગુ કરવામાં આવી છે. ગાઢ ધુમ્મસ અને ઠંડી વચ્ચે શ્વાસ લેવું મુશ્કેલ બન્યું.

 

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ ફરી એકવાર ગંભીર બની છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૪૦૦ ના આંકડાને પાર કરી ગયો છે, જેના કારણે સવારથી જ આખા વિસ્તારમાં સ્મોગની ગાઢ ચાદર છવાયેલી જોવા મળી હતી. વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગ્રેપ-૪ (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) હેઠળના કડક નિયંત્રણો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

 

હવામાન વિભાગે પણ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને લઈને એલર્ટ જાહેર કર્યું છે. જોકે, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ નીકળવાની શક્યતા હોવાથી દિલ્હી, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં ઠંડીમાં આંશિક રાહત મળવાની આશા છે. 

(12:28 PM IST)