News of Sunday, 18th January 2026
ભારત અને આરબ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો થશે વધુ મજબૂત: આરબ દેશોના વિદેશ મંત્રીઓની ભારતમાં મેગા બેઠક
આરબ જગત સાથે વેપાર, ઉર્જા સુરક્ષા, રોકાણ અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં સહકાર વધારવા સાથે પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણો વચ્ચે ભારતનું આ પગલું કૂટનીતિક રીતે ખૂબ જ અગત્યનું ગણાવાય છે

નવી દિલ્હી : આરબ દેશોના વિદેશ મંત્રીઓની ભારતમાં મેગા બેઠક યોજાશે, આરબ જગત સાથે વેપાર, ઉર્જા સુરક્ષા, રોકાણ અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં સહકાર વધારવા સાથે પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણો વચ્ચે ભારતનું આ પગલું કૂટનીતિક રીતે ખૂબ જ અગત્યનું ગણાવાય છે
આગામી ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે ભારત અને આરબ દેશોના વિદેશ મંત્રીઓની બીજી મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાવીસ જેટલા આરબ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ભારત સરકાર દ્વારા નવી દિલ્હીમાં આગામી ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીના રોજ 'સેકન્ડ ઈન્ડિયા-આરબ ફોરેન મિનિસ્ટર્સ મીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક ભૌગોલિક અને વ્યુહાત્મક રીતે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે તેમાં બાવીસ જેટલા આરબ દેશોના વિદેશ મંત્રીઓ એકસાથે ભાગ લેશે.
આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને આરબ જગત વચ્ચે વેપાર, ઉર્જા સુરક્ષા, રોકાણ અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં સહકાર વધારવાનો છે. પશ્ચિમ એશિયામાં બદલાતા સમીકરણો વચ્ચે ભારતનું આ પગલું કૂટનીતિક રીતે ખૂબ જ અગત્યનું છે. આ બેઠકમાં બંને પક્ષો વચ્ચે ભવિષ્યના રોડમેપ અને પરસ્પર સહયોગના નવા ક્ષેત્રો અંગે વિસ્તૃત ચર્ચાઓ થવાની સંભાવના છે.
(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
