News of Sunday, 18th January 2026
રશિયાને વિમાનના સ્પેરપાર્ટ્સ અને અન્ય સંવેદનશીલ ઉપકરણો સહિતનો પ્રતિબંધિત સાધનો મોકલવાના કાવત્રા બદલ ભારતીય નાગરિક સંજય કૌશિકને 30 મહિનાની જેલની સજા ફટકારાઇ
અમેરિકા દ્વારા 'આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટ'ના ઉલ્લંઘન બદલ ૩૦ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી

ઓરેગન: અમેરિકાના ઓરેગન રાજ્યમાંથી રશિયામાં ગેરકાયદેસર રીતે વિમાનના સ્પેરપાર્ટ્સ અને અન્ય સંવેદનશીલ ઉપકરણોની નિકાસ કરવાના કાવતરામાં અમેરિકી કોર્ટે ભારતીય નાગરિકને દોષિત ઠેરવીને કડક સજા ફટકારી છે.
અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, ભારતીય નાગરિક સંજય કૌશિકને 'આર્મ્સ એક્સપોર્ટ કંટ્રોલ એક્ટ'ના ઉલ્લંઘન બદલ ત્રીસ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.
સંજય કૌશિક પર આરોપ હતો કે તેણે અમેરિકાના ઓરેગન રાજ્યમાંથી પ્રતિબંધિત એવિએશન કોમ્પોનન્ટ્સ (વિમાનના ભાગો) રશિયા મોકલવાનું કાવતરું ઘડ્યું હતું. અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને રશિયા પર ટેકનોલોજી અને સંરક્ષણ સાધનોની નિકાસ પર કડક નિયંત્રણો લાદેલા છે. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો મુજબ, કૌશિકે આ સાધનો મેળવવા અને તેને પરવાના વગર રશિયા મોકલવા માટે અન્ય લોકો સાથે મળીને કામ કર્યું હતું.
આ ઘટના બાદ અમેરિકી એજન્સીઓએ નિકાસ નિયમોના ઉલ્લંઘન બાબતે તપાસ વધુ તેજ કરી છે અને આ સજાને અન્ય લોકો માટે એક ચેતવણી સમાન ગણાવી છે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
