<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લેવું જોઈએ, વિશ્વભરમાંથી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેનો અંતિમ લાભ માતૃભૂમિને મળવો જોઈએ: મોહન ભાગવતજી

તેમણે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહે અને પોતાની પ્રતિભાનો ઉપયોગ દેશની સમસ્યાઓના ઉકેલ માટે કરે.

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે યુવાનોને શીખ આપતા કહ્યું કે વિશ્વભરમાંથી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તેનો અંતિમ લાભ માતૃભૂમિને મળવો જોઈએ.
એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.) ના સરસંઘચાલક મોહન ભાગવતે શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. 
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ કે જ્ઞાન મેળવવું તેમાં કશું જ ખોટું નથી. આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્ઞાન જ્યાંથી મળે ત્યાંથી લેવું જોઈએ." જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદેશમાં મેળવેલા આ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ ભારતને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવા માટે થવો જોઈએ. 
તેમણે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડાયેલા રહે અને પોતાની પ્રતિભાનો ઉપયોગ દેશની સમસ્યાઓના ઉકેલ માટે કરે. આ નિવેદન હાલના સમયમાં યુવાનોમાં વિદેશ જવાની વધતી ઘેલછાના સંદર્ભમાં સૂચક માનવામાં આવે છે.

(5:15 PM IST)