<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

નવાઝ શરીફના પૌત્રના લગ્નમાં 'ભારતીય તડકો': દુલ્હને પહેર્યો એવા ડિઝાઇનરનો લહેંગા જેના પિતાએ 1971માં પાકિસ્તાની નૌકાદળના છક્કા છોડાવ્યા હતા!

મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના શાહી લગ્ન વિવાદોના વમળમાં: તરુણ તાહિલિયાની અને સબ્યસાચીના આઉટફિટ્સ પહેરવા બદલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની જનતાનો ભારે આક્રોશ

લાહોર:  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પૌત્ર અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝના પુત્ર જુનૈદ સફદરના બીજા લગ્ન 17 જાન્યુઆરીએ લાહોરમાં અત્યંત ધામધૂમથી સંપન્ન થયા. જુનૈદે તેના દાદાના જૂના સાથી રોહેલ અસગરની પૌત્રી શાંઝેહ અલી સાથે નિકાહ કર્યા છે. જોકે, આ શાહી લગ્નની તસવીરો સામે આવતા જ પાકિસ્તાનમાં એક નવો જ રાજકીય અને સામાજિક વિવાદ ઉભો થયો છે. વિવાદનું કેન્દ્ર છે દુલ્હન શાંઝેહ અલીનો પોશાક. શાંઝેહએ તેની મહેંદી અને લગ્ન માટે ભારતના વિશ્વવિખ્યાત ડિઝાઇનરો તરુણ તાહિલિયાની અને સબ્યસાચી મુખર્જીના લહેંગા પસંદ કર્યા હતા. પાકિસ્તાની જનતા પૂછી રહી છે કે શું પાકિસ્તાનમાં કોઈ સારા ડિઝાઇનર નથી કે સરહદ પારથી કપડાં મંગાવવા પડ્યા?

આ વિવાદમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સોશિયલ મીડિયા પર એ વાતની ચર્ચા શરૂ થઈ કે ડિઝાઇનર તરુણ તાહિલિયાની કોણ છે. તરુણ તાહિલિયાની ભારતના પૂર્વ નૌકાદળ પ્રમુખ એડમિરલ આર.એચ. તાહિલિયાનીના પુત્ર છે. એડમિરલ તાહિલિયાની 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન INS વિક્રાંતના કમાન્ડિંગ ઓફિસર હતા અને તેમણે પાકિસ્તાની નૌકાદળ વિરુદ્ધ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાની યુઝર્સ ગુસ્સામાં લખી રહ્યા છે કે, "નવાઝ શરીફનો પરિવાર એવા વ્યક્તિના પુત્રને લાખો રૂપિયા આપી રહ્યો છે જેમના પિતાએ પાકિસ્તાન સામે યુદ્ધ લડ્યું હતું." આ મુદ્દો હવે માત્ર ફેશનનો ન રહેતા રાષ્ટ્રીય ગૌરવ અને દુશ્મની સાથે જોડાઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે જુનૈદ સફદરના આ બીજા લગ્ન છે. તેમના પહેલા લગ્ન સૈફ ઉર રહેમાન ખાનની પુત્રી આયેશા સાથે થયા હતા, જેમનાથી 2013માં છૂટાછેડા થઈ ગયા હતા. એક તરફ જુનૈદ પાકિસ્તાનના શક્તિશાળી શરીફ પરિવારના વારસદાર છે, તો બીજી તરફ આ નવા વિવાદે વિપક્ષને પણ મોટો મુદ્દો આપી દીધો છે. પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વચ્ચે જ્યારે સામાન્ય જનતા લોટ માટે તરસે છે, ત્યારે સત્તાધારી પરિવાર દ્વારા ભારતીય ડિઝાઈનરો પાછળ લાખોનો ખર્ચ કરવો તે ઘણાને ખટકી રહ્યો છે. મહેંદી સેરેમનીમાં સબ્યસાચીનો લહેંગા અને લગ્નમાં તાહિલિયાનીનો પોશાક હવે પાકિસ્તાની રાજકારણમાં ચર્ચાનો ગરમાગરમ વિષય બની

(7:43 PM IST)