<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

કિશ્તવાડમાં ઓપરેશન 'ઓલઆઉટ': સિંઘપોરાના જંગલોમાં સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે આમને-સામને જંગ

ગુપ્ત માહિતીના આધારે મધ્યરાત્રિએ શરૂ કરાયું : ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન : આતંકવાદીઓના ભાગવાના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા અને વધારાની કુમક સાથે આખું વિસ્તાર લશ્કરી છાવણીમાં ફેરવાયો

કિશ્તવાડ : રવિવારની રજાના દિવસે જ્યારે આખો દેશ આરામ કરી રહ્યો હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સિંઘપોરા વિસ્તારના પહાડો ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યા હતા. સુરક્ષા દળોને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'ના કેટલાક આતંકીઓ આ ગીચ જંગલોમાં છુપાયેલા છે. આ માહિતી મળતા જ સેના અને પોલીસના સંયુક્ત દળોએ આખા વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો હતો. આતંકવાદીઓએ પોતાની જાતને ઘેરાયેલી જોઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો, જેના જવાબમાં ભારતીય સૈનિકોએ પણ જડબાતોડ વળતો પ્રહાર કર્યો છે.

લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર ભૌગોલિક રીતે અત્યંત પડકારજનક છે. પહાડી અને ગીચ જંગલ હોવાને કારણે આતંકવાદીઓ ગુફાઓ કે કુદરતી આડશનો ઉપયોગ કરીને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ડ્રોન અને અત્યાધુનિક સર્વેલન્સ સિસ્ટમ દ્વારા તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં ઘટનાસ્થળે વધારાની કુમક મોકલવામાં આવી છે જેથી રાતના અંધારામાં આતંકીઓ સરહદ પાર કે અન્ય જિલ્લામાં ભાગી ન જાય. જમ્મુ વિભાગના કઠુઆ, પૂંછ અને ડોડા જેવા વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

સુરક્ષા દળોનો હેતુ આ આતંકવાદીઓને જિંદા પકડવાનો અથવા તો જલ્દીથી જલ્દી ખતમ કરવાનો છે, જેથી સ્થાનિક લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ જળવાઈ રહે. આ એન્કાઉન્ટરમાં સામેલ આતંકીઓ સરહદ પારથી ઘૂસણખોરી કરીને આવ્યા હોવાની આશંકા છે. છેલ્લા કેટલાક

(7:44 PM IST)