હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટોલ ટેક્સના નવા નિયમ: ટોલ ટેક્સના નિયમોમાં ઐતિહાસિક બદલાવ: ૧ એપ્રિલ ૨૦૨૬થી ફાસ્ટેગ યુગનો અંત: ટોલ પ્લાઝા પર લાગતી લાંબી કતારો હવે ઈતિહાસ બની જશે
હવે સેટેલાઇટ અને જીપીએસ સિસ્ટમ્સથી વાહને કાપેલા અંતર મુજબ સીધા બેંક ખાતામાંથી જ કપાશે પૈસા: નવી વ્યવસ્થા હેઠળ નેશનલ હાઈવે પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે અથવા તો તે માત્ર નામ પૂરતા રહી જશે.

નવી દિલ્હી: વાહનચાલકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ટોલ કલેક્શન સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે, જેનાથી ટોલ પ્લાઝા પર લાગતી લાંબી કતારો હવે ઈતિહાસ બની જશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર, આગામી પહેલી એપ્રિલ, બે હજાર છવ્વીસથી ટોલ ટેક્સ વસૂલવાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ જશે. હાલમાં જે ફાસ્ટેગ સિસ્ટમ્સ અમલમાં છે, તેના સ્થાને હવે નવી અત્યાધુનિક ટેકનોલોજી એમએલએફએફ (મલ્ટી-લેન ફ્રી ફ્લો) અને જીએનએસએસ (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
આ નવી વ્યવસ્થા હેઠળ નેશનલ હાઈવે પરથી ટોલ પ્લાઝા હટાવી લેવામાં આવશે અથવા તો તે માત્ર નામ પૂરતા રહી જશે.
નવી સિસ્ટમ મુજબ, વાહનચાલકોએ ટોલ ભરવા માટે ક્યાંય રોકાવું પડશે નહીં.
વાહનમાં લાગેલી જીપીએસ સિસ્ટમ્સ અથવા સેટેલાઇટ ટ્રેકિંગ દ્વારા વાહન જેટલું અંતર કાપશે, તેટલા જ અંતરનો ટેક્સ સીધો બેંક ખાતામાંથી કપાઈ જશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ નવી પદ્ધતિથી હાઈવે પર થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે અને ઈંધણની પણ બચત થશે.
હાલમાં ટોલ પ્લાઝા પર વાહનોને સ્કેનિંગ માટે ધીમા પડવું પડે છે, પરંતુ નવી પદ્ધતિમાં વાહનો પૂરપાટ ઝડપે પસાર થઈ શકશે અને ઓટોમેટિક પેમેન્ટ થઈ જશે. આ માટે સરકાર અત્યારથી જ જરૂરી માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીકલ તૈયારીઓ કરી રહી છે. મુસાફરો માટે આ બદલાવ સમય અને પૈસા બંનેની બચત કરનારો સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
