હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યાદશક્તિનું મનોવિજ્ઞાન: બાળપણની દરેક પળ યાદ રહે છે પણ ગઈકાલે શું ખાધું તે ભુલાઈ જાય છે?
બાળપણ અને કિશોરાવસ્થાના અનુભવો આપણા માટે 'પ્રથમ વખત' હોય છે: જ્યારે કોઈ વસ્તુ પહેલીવાર અનુભવાય છે ત્યારે મગજ તેને ખૂબ જ મહત્વપૂર્ણ ગણીને 'લોંગ ટર્મ મેમરી' (લાંબા ગાળાની સ્મૃતિ) માં સંગ્રહિત કરે છે.: જ્યારે રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં બહુ ઓછી એવી હોય છે જે નવીન કે રોમાંચક હોય: મગજ એકસરખી (મોનોટોનસ) માહિતીને ઓછું મહત્વ આપે છે અને તેને ભૂંસી નાખે છે જેથી નવી માહિતી માટે જગ્યા બની રહે

નવી દિલ્હી: શું તમને પણ એવું થાય છે કે વર્ષો જૂની બાળપણની કોઈ ઘટના આબેહૂબ યાદ હોય, પણ બે દિવસ પહેલા કોને મળ્યા હતા તે યાદ કરવામાં મુશ્કેલી પડે? આ માત્ર તમારી સમસ્યા નથી, પણ તેની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે.
માનવ મગજ અને યાદશક્તિ એક અદભૂત પણ જટિલ યંત્ર છે. ઘણીવાર લોકોને નવાઈ લાગે છે કે દાયકાઓ જૂની વાતો, જેમ કે સ્કૂલનો પહેલો દિવસ, મનગમતું રમકડું કે દાદીની વાર્તાઓ આજે પણ તાજી હોય છે, પરંતુ નજીકના ભૂતકાળની સામાન્ય બાબતો મગજમાંથી નીકળી જાય છે.
સાયકોલોજિસ્ટ્સ (મનોવૈજ્ઞાનિકો) આ ઘટનાને સમજાવતા કહે છે કે બાળપણ અને કિશોરાવસ્થા દરમિયાન આપણે જે અનુભવો કરીએ છીએ તે આપણા માટે 'પ્રથમ વખત' હોય છે. જ્યારે કોઈ વસ્તુ પહેલીવાર અનુભવાય છે ત્યારે મગજ તેને ખૂબ જ મહત્વપૂર્ણ ગણીને 'લોંગ ટર્મ મેમરી' (લાંબા ગાળાની સ્મૃતિ) માં સંગ્રહિત કરે છે.
આ ઉપરાંત, બાળપણમાં આપણી લાગણીઓ ખૂબ જ તીવ્ર હોય છે, અને જે ઘટનાઓ સાથે તીવ્ર લાગણી જોડાયેલી હોય તે વધુ મજબૂતીથી યાદ રહી જાય છે.
બીજી તરફ, વયસ્ક જીવનમાં આપણી દિનચર્યા લગભગ એકસરખી થઈ જાય છે. રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓમાં બહુ ઓછી એવી હોય છે જે નવીન કે રોમાંચક હોય. મગજ એકસરખી (મોનોટોનસ) માહિતીને ઓછું મહત્વ આપે છે અને તેને ભૂંસી નાખે છે જેથી નવી માહિતી માટે જગ્યા બની રહે.
આથી, ગયા અઠવાડિયે ડિનરમાં શું ખાધું હતું તે યાદ રાખવું મુશ્કેલ બને છે કારણ કે તે એક સામાન્ય પ્રક્રિયા હતી, જ્યારે બાળપણની યાદો આપણા વ્યક્તિત્વના ઘડતરનો ભાગ હોવાથી તે હંમેશા આપણી સાથે રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
