<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

છત્તીસગઢમાં ધર્માંતરણનું આયોજનબદ્ધ નેટવર્ક: માર્કેટિંગ મોડલની જેમ કામ કરતી સિન્ડિકેટ: અનાથ અને વિધવાઓને સોફ્ટ ટાર્ગેટ બનાવાય છે

શ્રદ્ધા અને વિશ્વાસના નામે એક સંગઠિત વ્યાપાર ચાલી રહ્યો છે જે રાજ્યની શાંતિ અને વ્યવસ્થા માટે મોટો ખતરો બની રહ્યો છે.

છત્તીસગઢ રાજ્ય છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણ અને તેને લગતા વિવાદોનું કેન્દ્ર બની ગયું છે. એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે અહીં ધર્માંતરણ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત કોર્પોરેટ મોડલની જેમ ચાલતું નેટવર્ક છે. બસ્તર જેવા આદિવાસી બહુલ વિસ્તારોમાં એક ચોક્કસ "ડેટા બેઝ્ડ નેટવર્કિંગ મોડલ" કામ કરી રહ્યું છે, જે મલ્ટી લેવલ માર્કેટિંગ કંપનીઓની જેમ કાર્ય કરે છે.
   રિપોર્ટ મુજબ, આ સિન્ડિકેટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના સૌથી નબળા અને લાચાર વર્ગને નિશાન બનાવવાનો છે. જેમાં ખાસ કરીને અનાથ બાળકો, વિધવા મહિલાઓ અને ફૂટપાથ પર રહેતા નિરાધાર લોકોનો સમાવેશ થાય છે. આ લોકોને મદદના બહાને સંપર્ક કરવામાં આવે છે અને ધીરે-ધીરે તેમનું બ્રેઈનવોશ કરીને ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ માટે ખાસ ટ્રેનિંગ પામેલા એજન્ટો કામ કરે છે જેમને ટાર્ગેટ પૂરા કરવા પર વિવિધ લાભો આપવામાં આવે છે.
   આ પ્રવૃત્તિઓને કારણે સામાજિક તાણાવાણા પર ગંભીર અસર પડી છે. રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છત્તીસગઢમાં હવે 'રવિવાર' (સન્ડે) તોફાનોનો દિવસ બની ગયો છે. છેલ્લા ૫ વર્ષમાં ૨૦૦ થી વધુ મોટી બબાલ અને ૧૯ જિલ્લાઓમાં ઘર્ષણની ઘટનાઓ નોંધાઈ છે. હિન્દુ સંગઠનો અને ખ્રિસ્તી મિશનરીઓ વચ્ચેના આ સંઘર્ષને કારણે પોલીસને શનિવારથી જ હાઈ એલર્ટ પર રહેવું પડે છે. બસ્તર વિસ્તાર આ પ્રકારના સંઘર્ષનું હોટસ્પોટ બની ગયો છે.
     સ્થાનિક લોકોનો આરોપ છે કે બહારથી આવેલા લોકો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને નષ્ટ કરી રહ્યા છે. વહીવટી તંત્ર માટે આ ધાર્મિક ઉન્માદને રોકવો એક મોટો પડકાર બની ગયો છે. આ ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શાવે છે કે કઈ રીતે શ્રદ્ધા અને વિશ્વાસના નામે એક સંગઠિત વ્યાપાર ચાલી રહ્યો છે જે રાજ્યની શાંતિ અને વ્યવસ્થા માટે મોટો ખતરો બની રહ્યો છે.


 

(9:34 PM IST)