જો ઈરાન કે સુપ્રીમ લીડર પર કોઈ હુમલો થશે તો યુદ્ધ કરવું જરૂરી બની જશે + ઇઝરાયેલ અને અમેરિકાને ઈરાનના પ્રમુખની ચેતવણી
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાન પર પ્રતિબંધો લગાવવા અમાનવીય છે ખામેનેઈ પર હુમલો ઈરાન નહીં ચલાવી લે,

ઈરાનમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 હજારથી વધુ લોકોના મોત થયા છે જેમાં 500 સુરક્ષા જવાનો પણ સામેલ છે. સરકારે આ સ્થિતિ માટે આતંકવાદીઓને ગુનેગાર ઠેરવ્યા છે, સત્તા પક્ષના સર્વોચ્ચ નેતાએ યુદ્ધની સ્થિતિની બાદબાકી કરતાં ગુનેગારોને કડક સજા આપવાની જાહેરાત કરી છે, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયને અમેરિકા અને ઈઝરાયલને સીધી ચેતવણી આપતા કહ્યું છે કે જો સુપ્રીમ લીડર ખામેનેઈ પર કોઈ પણ હુમલો થશે તો યુદ્ધ પાક્કું છે.
ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ પેઝેશ્કિયાને કહ્યું કે જો સુપ્રીમ લીડર ખામેનેઈ પર હુમલો થશે તો યુદ્ધ છેડાશે, કોઈ પણ હુમલાનો સંપૂર્ણ શક્તિથી જવાબ આપીશું, ઈરાન પર પ્રતિબંધો લગાવવા અમાનવીય છે ખામેનેઈ પર હુમલો ઈરાન નહીં ચલાવી લે, જો ઈરાન કે સુપ્રીમ લીડર પર કોઈ હુમલો થશે તો યુદ્ધ કરવું જરૂરી બની જશે. આ કડક નિવેદન દ્વારા તેમણે સીધી રીતે અમેરિકા અને ઈઝરાયલ ચેતવણી અને ધમકી બંને આપી છે.
પૂર્વ ફરી એકવાર મોટા યુદ્ધની અણી પર હતું. યુનાઇટેડ સ્ટેટ્સમાં એવી ચર્ચા વધી રહી હતી કે, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીનો આદેશ આપી શકે છે. અમેરિકન અખબારોમાં આવેલા અહેવાલો દર્શાવે છે કે, ટ્રમ્પે ખામેનીની સત્તા ઉથલાવવાનો નિર્ણય પહેલેથી જ લઈ લીધો છે. તેમણે રઝા પહલવી સાથે ગુપ્ત બેઠક કરી હતી, અને ઈરાનમાં બળવાની યોજના તૈયાર હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
