<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ગ્વાટેમાલામાં ગેંગવોર હિંસાએ માઝા મૂકી: સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી: પોલીસ સ્ટેશનો અને પેટ્રોલિંગ ટીમો પર શ્રેણીબદ્ધ હુમલાઓ: રાજધાની અને આસપાસના વિસ્તારોમાં સાત પોલીસ જવાનોની નિર્મમ હત્યા: સંખ્યાબંધ ઘાયલ: ગેંગના સભ્યો અત્યાધુનિક હથિયારો સાથે પોલીસને નિશાન બનાવી રહ્યા છે: કટોકટી જેવી સ્થિતિ: લોકો ભયભીત

દક્ષિણ અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં ગેંગ હિંસાએ માઝા મૂકી છે. રાજધાની અને આસપાસના વિસ્તારોમાં થયેલા ઘાતક હુમલાઓમાં સાત પોલીસ અધિકારીઓ શહીદ થયા છે અને અનેક ઘાયલ થયા છે.

મધ્ય અમેરિકન દેશ ગ્વાટેમાલામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે. સંગઠિત અપરાધ અને ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈમાં ત્યાંના પોલીસ દળને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. 

તાજેતરમાં જ ગ્વાટેમાલા સિટી અને તેના ગ્રામીણ વિસ્તારોમાં ગેંગ દ્વારા પોલીસ સ્ટેશનો અને પેટ્રોલિંગ ટીમો પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ હિંસક અથડામણમાં ફરજ પરના સાત પોલીસ અધિકારીઓની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય અનેક અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

આ ઘટનાએ ગ્વાટેમાલાની સરકાર અને સુરક્ષા એજન્સીઓની પોલ ખોલી નાખી છે. ગેંગના સભ્યો અત્યાધુનિક હથિયારો સાથે પોલીસને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ છે. સરકાર દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે અને દેશમાં કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 

 

રાષ્ટ્રપતિએ સુરક્ષા દળોને ગેંગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે, પરંતુ પોલીસ પરના આ હુમલાઓ સાબિત કરે છે કે અહીં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાઓએ પણ આ વધતી જતી હિંસા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

(9:52 AM IST)