હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચિલીના જંગલોમાં ભીષણ આગનું તાંડવ: ૧૬ લોકોના મોત, હજારો હેક્ટર જમીન રાખમાં ફેરવાઈ: રેકોર્ડબ્રેક ગરમી અને સૂકા પવનોને કારણે જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી અને વીજળીક ઝડપે પ્રસરી રહી છે: સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર: ફાયર બ્રિગેડના જવાનો, હેલિકોપ્ટર્સ અને સેનાની મદદથી આગ ઓલવવાના પ્રયાસો

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં જંગલોમાં લાગેલી ભયાનક આગે વિનાશ વેર્યો છે. આ કુદરતી હોનારતમાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
ચિલીના મધ્ય અને દક્ષિણ ભાગમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે રેકોર્ડબ્રેક ગરમી અને સૂકા પવનોને કારણે જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ એટલી ઝડપથી પ્રસરી રહી છે કે રહેણાંક વિસ્તારો પણ તેની ઝપેટમાં આવી ગયા છે.
લેટેસ્ટ અહેવાલો મુજબ, આગની જવાળાઓમાં લપેટાઈ જવાથી ઓછામાં ઓછા ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. સેંકડો લોકો ઘરવિહોણા થયા છે અને હજારો હેક્ટર જમીન પરના જંગલો બળીને ખાખ થઈ ગયા છે.
સરકારે પ્રભાવિત વિસ્તારોમાં 'સ્ટેટ ઓફ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે. ફાયર બ્રિગેડના જવાનો, હેલિકોપ્ટર્સ અને સેનાની મદદથી આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જને કારણે આવી ઘટનાઓ હવે વારંવાર બની રહી છે, જે પર્યાવરણશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય છે. વિશ્વના અનેક દેશોએ ચિલીને આ મુશ્કેલ સમયમાં મદદ કરવાની તૈયારી દર્શાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
