હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોલ્ડન ટેમ્પલના અમ્રિત સરોવરમાં મુસ્લિમ યુવક કોગળા કરીને થૂંક્યો
વિડિયો વાઇરલ થયા પછી માફી માગી લીધી અને કહ્યું છે કે માફી માંગવા માટે હું શ્રી દરબાર સાહિબ પણ જઈશ

અમ્રિતસર તા.૧૯: અમ્રિતસરના સુવર્ણમંદિરમાં એક મુસ્લિમ યુવક મોઢું ધોઈ રહ્યો છે અને અમ્રિત સરોવરમાં કોગળા કરીને થૂંકી રહ્યો છે એવો વિડિયો જોવા મળ્યો છે. જોકે ત્યાર બાદ એ વ્યક્તિએ એક વિડિયો પોસ્ટ કરીને માફી માગી લીધી છે અને કહ્યું છે કે માફી માગવા માટે હું શ્રી દરબાર સાહિબ પણ જઈશ.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ આ ઘટના અને વાઇરલ વિડિયોની નિદા કરીને જણાવ્યું હતું કે આ કૃત્ય પવિત્ર તીર્થસ્થળ પર સિખ મર્યાદા અથવા આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે
૧૬ જાન્યુઆરીના ૨૫ સેકન્ડના આ વિડિયોમાં એક યુવક શ્રી હરમંદિર સાહિબના પવિત્ર સરોવરના કિનારે બેઠો છે. તે હાથ-પગ ધોતો અને સોશ્યલ મીડિયા માટે પોતાનું રેકોર્ડિગ કરતો જોવા મળે છે. એ વિડિયો ઝડપથી વાઇરલ થયો હતો. ઘણા લોકોએ આ કૃત્યને સિખ ધાર્મિક પરંપરાઓનું અપમાન ગણાવ્યું છે.
SGPCએ બધા મુલાકાતીઓને સુવર્ણમંદિરના ધાર્મિક નિયમોનું સન્માન કરવાની અપીલ કરી છે. SGPCના મુખ્ય સેક્રેટરી કુલવંત સિહે જણાવ્યું હતું કે ફરજ પર સેવાદારોની હાજરી હોવા છતાં આ ઘટના કેવી રીતે બની એની તપાસ કરવામાં આવશે. SGPC તપાસ કરશે કે વિડિયો અસલી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને એમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં યુવકે જાહેર માફી માંગી હતી અને કહ્યું હતું કે મેં સુવર્ણમંદિરની આદર સાથે મુલાકાત લીધી હતી, પરંતુ સંપૂર્ણ ધાર્મિક પ્રોટોકોલથી વાકેફ નહોતો. તેણે સિખ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દિલગીરી વ્યક્ત કરીને કહ્યું હતું કે મેં અજાણતાં આમ કર્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
