હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
૩૫૩૬ કેરેટનો વિશ્વનો સૌથી મોટો નેચરલ પર્પલ સ્ટાર નીલમ મળ્યો કોલંબોમાંથી

કોલંબો તા.૧૯: તાજેતરમાં શ્રીલંકાના કોલંબોમાં એક અદભુત જેમસ્ટોન મળી આવ્યો છે. કુદરતી રીતે આટલી મોટી સાઇઝનો પ્યોર નીલમ અત્યંત દુર્લભ છે. કોલંબોમાં જે પર્પલ સ્ટાર નીલમ મળી આવ્યો છે એ ૩૫૩૬ કેરેટનો છે. જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અમેરિકા (GIA) દ્વારા પ્રમાણિત આ નીલમને જેમોલોજિકલ લેબોરેટરીએ પણ સ્વતંત્ર રીતે ડોક્યુમેન્ટ કર્યો છે. આ નીલમ જેમસ્ટોન શ્રીલંકામાંથી મળી આવેલાં અલભ્ય રત્નોમાંનો એક છે. એ છ કિરણોવાળા તારાથી અલગ છે. નિષ્ણાતોનું કહેવું છે કે એનો ગોળ કટ, રંગોની સ્પષ્ટતા એને સૌથી મોટો પ્યોર સ્ટાર બનાવે છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
