હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પતિ સાથે મળી ૧૫૦૦ લોકોને ફસાવ્યા એક વેપારીએ ખેલ બગાડયો
સોશિયલ મીડિયા Queenનો ખતરનાક કાંડ : પોલીસે એક પતિ-પત્નીની હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગના મોટા નેટવર્કનું સંચાલન કરવાના આરોપમાં ધરપકડ કરી છે

કરીમનગર તા.૧૯: તેલંગાણાના કરીમનગર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરેપલ્લી વિસ્તારમાં રહેતા એક પતિ-પત્નીની પોલીસે હનીટ્રેપ અને બ્લેકમેઇલિગના મોટા નેટવર્કનું સંચાલન કરવાના આરોપમાં ધરપકડ કરી છે. આ દંપતીએ દેણાના દલદલમાંથી બહાર નીકળવા માટે અત્યાર સુધીમાં લગભગ ૧૫૦૦ પુરુષોને પોતાની જાળમાં ફસાવ્યા છે.
પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, યુવકની પત્ની ઇન્સ્ટાગ્રામ પર Lallydimplequeen અને યુટ્યુબ પર Karimnagar pilla 143 જેવા હેન્ડલ્સ દ્વારા પુરુષોને પોતાની તરફ આકર્ષિત કરતી હતી. તે મીઠી-મીઠી વાતો અને ગ્લેમરસ તસવીરોથી લોકોને મિત્રતા માટે ઉકસાવતી અને પછી તેમને પોતાના રૂમમાં બોલાવતી હતી. માહિતી અનુસાર, આરોપી મહિલાએ લગભગ ૧૦૦ પુરુષો સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જ્યારે તેનો પતિ ગુપ્ત રીતે આ ક્ષણોના વીડિયો રેકોર્ડ કરતો હતો. આ વીડિયોનો ઉપયોગ પછી તે પુરુષોને બ્લેકમેઇલ કરવા અને તેમની પાસેથી મોટી રકમ વસૂલવા માટે કરવામાં આવતો હતો.
આ ગંદા ધંધાથી મળતી કાળી કમાણીએ દંપતીને રાતો-રાત અમીર બનાવી દીધા હતા. બ્લેકમેઇલિગના પૈસાથી તેઓએ આરેપલ્લીમાં ૬૫ લાખ રૂપિયાની જમીન (પ્લોટ) ખરીદી, ૧૦ લાખ રૂપિયાની આલીશાન કાર લીધી અને પોતાના ઘરમાં લાખોનું મોંઘું ફર્નિચર કરાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આ બધું તેઓએ માત્ર થોડા મહિનાઓમાં જ ભેગું કરી લીધું હતું.
આ આખા કાંડનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે કરીમનગરના એક વેપારીએ હિમત બતાવી. પીડિત વેપારી પાસેથી આરોપીઓએ બ્લેકમેઇલ કરીને ૧૩ લાખ રૂપિયા પહેલેથી જ વસૂલી લીધા હતા. જ્યારે દંપતી દ્વારા વધુ ૫ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી, ત્યારે વેપારી પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવ્યો.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દંપતીની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી વાંધાજનક વીડિયો વાળો મોબાઇલ ફોન, રોકડ અને કેટલાક કોરા ચેક મળી આવ્યા છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આ બધું દેવા ચૂકવવા અને લક્ઝરી લાઈફ જીવવા માટે કરવામાં આવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
