<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

દેશમાં જાતિગત ભેદભાવ ૧૦-૧૨ વર્ષમાં ખતમ થઈ જશે

RSS વડા મોહન ભાગવતે આવું કેમ કહ્યું? : ભેદભાવનો અંત લાવવા માટે મનમાંથી જાતિ દૂર કરવી પડશેઃ મોહન ભાગવત

નવી દિલ્‍હી તા.૧૯: રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું કે ભેદભાવનો અંત લાવવા માટે મનમાંથી જાતિ દૂર કરવી પડશે. RSSવડાએ કહ્યું કે જો સામાજિક વર્તનમાંથી જાતિગત ભેદભાવ દૂર કરવો હોય તો પહેલા મનમાંથી જાતિ દૂર કરવી પડશે. તેમણે વધુમાં કહ્યું કે જાતિ મૂળ રૂપે વ્‍યવસાય અને કાર્ય સાથે સંકળાયેલી હતી, પરંતુ પાછળથી તે સમાજમાં ઊંડા મૂળિયાં જમાવી ગઈ, જેના કારણે ભેદભાવ વધ્‍યો. ભાગવત ય્‍લ્‍લ્‍ ના શતાબ્‍દી વર્ષના ભાગ રૂપે છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત એક જાહેર સેમિનારમાં બોલી રહ્યા હતા.

RSSવડાએ વધુમાં કહ્યું કે આ ભેદભાવનો અંત લાવવા માટે મનમાંથી જાતિ દૂર કરવી પડશે. જો આ પ્રામાણિકપણે કરવામાં આવે તો, ૧૦ થી ૧૨ વર્ષમાં જાતિ ભેદભાવનો અંત આવશે. શ્રોતાઓના પ્રશ્નોના જવાબ આપતા ભાગવતે કહ્યું કે RSSનું લક્ષ્ય ભારતને તેના પરમ ગૌરવ સુધી પહોંચાડવા માટે સમાજ સાથે કામ કરવાનું છે.

ભાગવતે કહ્યું કે RSSવ્‍યક્‍તિગત ચારિત્ર્ય વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરે છે. તેમણે કહ્યું કે તે પ્રતિક્રિયાથી બનેલ સંગઠન નથી, કે તે કોઈની સાથે સ્‍પર્ધામાં નથી.

બીજા એક કાર્યક્રમમાં, RSSવડા મોહન ભાગવતે કહ્યું કે ધર્મ સમગ્ર બ્રહ્માંડનું પ્રેરક બળ છે. જ્‍યારે બ્રહ્માંડનું નિર્માણ થયું, ત્‍યારે તેને ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવ્‍યા હતા તે ધર્મ છે. આખું વિશ્વ તે નિયમો અનુસાર ચાલે છે. તેથી, કોઈ પણ વ્‍યક્‍તિ સંપૂર્ણપણે અધાર્મિક ન હોઈ શકે. રાજ્‍ય ભલે ધર્મનિરપેક્ષ હોય, પરંતુ માનવ, પ્રકૃતિ અથવા બ્રહ્માંડમાં કંઈપણ ધર્મ વિના અસ્‍તિત્‍વમાં ન હોઈ શકે.

(10:28 AM IST)