હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કામ સારી રીતે ચાલે ત્યારે જૂની પેઢીએ ખસી જવું જોઈએઃ ગડકરી
વૃદ્ધોએ ધીમે ધીમે બાજુએ ખસી જઈ યુવાન પેઢીને જવાબદારી સોંપી દેવી જોઈએ

નાગપુર તા.૧૯: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મહત્વની જવાબદારીઓ નવી પેઢીને સોંપવાની અને જ્યારે કામ સુચારુ રીતે ચાલવા લાગે ત્યારે જૂની પેઢીએ બાજુએ ખસી જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ગડકરી નાગપુરમાં એસોસિએશન ફોર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ (AID)ના પ્રમુખ આરિાય કાલે દ્વારા આયોજિત એડવાન્ટેજ વિદર્ભ-ખાસદાર ઔદ્યોગિક મહોત્સવ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સને સંબોધી રહ્યા હતા.ગડકરીએ જણાવ્યું કે કાલેએ એડવાન્ટેજ વિદર્ભા અભિયાનમાં યુવાન પેઢીને સામેલ કરી છે. તેમણે કહ્યું, મને લાગે છે કે ધીમે ધીમે પેઢી પણ બદલાતી જવી જોઈએ આશિપના પિતા મારા મિત્ર છે. હવે આપણે ધીમે ધીમે નિવૃત્ત થવું જોઈએ અને જવાબદારી
નવી પેઢીને આપવી જોઈએ, અને જ્યારે સુચારુ રીતે ચાલવા લાગે, ત્યારે વાહન આપણે પાછળ ખસી જઈને અન્ય કોઈ એક કામ કરવું જોઈએ એમ ગડકરીએ ઉમેર્યું હતું. AIDના મુખ્ય માર્ગદર્શક ગડકરીએ કહ્યું હતું કે નાગપુરમાં (થી ૮ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર એડવાન્ટેજ વિદર્ભા એક્સ્પોનું આ ત્રીજું વર્ષ છે. તેમણે જણાવ્યું કે વિદર્ભ પ્રદેશમાં વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સારા ઉદ્યોગ સાહસિકો છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમનો હેતુ ભારતના ઔદ્યોગિક નકશા પર વિદર્ભને મજબૂત અને ઉદયમાન વૃદ્ધિ નૌ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગડકરીએ કોઈપણ પ્રદેશના વિકાસ માટે ઔદ્યોગિક ક્ષેત્ર, કૃષિ અને સંબંધિત ક્ષેત્રો તથા સેવા ક્ષેત્રના મહત્વ પર પણ ભાર મૂક્યો. એડવાન્ટેજ વિદર્ભા એક્સ્પોમાં ટેક્સટાઈલ્સ, પ્લાસ્ટિક્સ, ખનિજ, કોલસા, એવિએશન, ઉમે લોજિસ્ટિક્સ, આઈટી, હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ્સ, સંરક્ષણ, રિયલ એસ્ટેટ, નવીનીકરણીય ઊર્જા અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોની ઉદ્યોગોની ભાગીદારીએ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
