<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

હાજરમાં ચાંદીમાં ૧૫,૦૦૦ રૂા.નો ઉછાળો

રાજકોટમાં ચાંદીનો ભાવ વધીને ૩,૦૩,૦૦૦ રૂા. થયો : સોનામાં ૨૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૪૮,પ૦૦ રૂા.ની નવી ટોચે

રાજકોટ, તા., ૧૯:  બુલીયન માર્કેટમાં આજે નવા સપ્તાહના પ્રારંભે ચાંદીમાં ફરી તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો અને ૧પ,૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ચાંદીનો ભાવ ૩ લાખને પાર થઇ ગયો હતો. સોનામાં પણ ૨૦૦૦ રૂા.નો ભાવવધારો થતા ભાવ નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્‍યા છે. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે બજારો ખુલતાની સાથે જ ૧પ,૦૦૦ રૂા. ભાવવધારો થયો હતો. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૮૮,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૩,૦૩,૦૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે. ગત સપ્તાહમાં ચાંદીમાં ૪૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયા બાદ નવા સપ્તાહના પ્રારંભે ફરી તેજી જોવા મળી હતી.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી હતી .બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૨૦૦૦ રૂા. વધ્‍યા હતા. સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૬,૫૦૦ રૂા. હતા તે વધીને ૧,૪૮,૫૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૨૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૬૫,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૮૫,૦૦૦ રૂા. થયા છે.

અમેરીકા અને ઇરાન વચ્‍ચે યુધ્‍ધના ભણકારા તથા ટેરીફ વોરના પગલે સોના-ચાંદીના ભાવોમાં જબ્‍બર ઉછાળો થઇ રહયાનું  અને આગામી દિવસોમાં હજુ પણ આ બંને કિંમતી ધાતુઓમાં નવી ભાવ સપાટી જોવા મળે તેવી શકયતા છે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(3:53 PM IST)