<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

લદ્દાખના લેહમાં ભૂકંપઃ રિક્‍ટર સ્‍કેલ પર તીવ્રતા ૫.૭

અસર તાજાિકિસ્‍તાનમાં પણ અનુભવાઈ હતી

નવી દિલ્‍હી તા.૧૯: સોમવારે લદ્દાખના લેહમાં ભૂકંપ આવ્‍યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૫.૭ માપવામાં આવી હતી. નેશનલ સેન્‍ટર ફોર સિસ્‍મોલોજીએ અહેવાલ આપ્‍યો હતો કે ભૂકંપનું કેન્‍દ્ર સમુદ્ર સપાટીથી ૧૭૧ કિમી નીચે હતું. કાશ્‍મીર સહિત લદ્દાખની બહાર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળ્‍યું છે. એજન્‍સીએ અહેવાલ આપ્‍યો હતો કે તેની અસર તાજાિકિસ્‍તાનમાં પણ અનુભવાઈ હતી.સવારે ૧૧:૫૧ વાગ્‍યે ભૂકંપ અનુભવાયો હતો. રાહતની વાત એ છે કે અત્‍યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી.સોમવારે રાજધાની દિલ્‍હીમાં પણ ભૂકંપ આવ્‍યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્‍ટર સ્‍કેલ પર ૨.૮ હતી. NCS કહે છે કે ભૂકંપનું કેન્‍દ્ર ઉત્તર દિલ્‍હીમાં નોંધાયું હતું. રાજધાનીમાં સવારે ૮:૪૪ વાગ્‍યે ભૂકંપના આંચકા નોંધાયા હતા. અહેવાલ મુજબ, તેની અસર હરિયાણાના સોનીપતમાં પણ અનુભવાઈ હતી.

(4:02 PM IST)