<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

બે દિવસમાં જવાબ આપો, નહિ તો સ્‍કોટલેન્‍ડની ટીમને બોલાવી લેશું

આઇસીસીએ બાંગ્‍લાદેશને ૩૪૦ વોલ્‍ટનો ઝાટકો આપ્‍યો આઇસીસીએ કહ્યું જો બાંગ્‍લાદેશ ટી૨૦ વર્લ્‍ડકપ રમવા ભારત નહિ આવે તો સ્‍કોટલેન્‍ડની ટીમને તેની જગ્‍યાએ સામેલ કરાશે

નવી દિલ્‍હી : વર્ષ ૨૦૨૬માં રમાનારા ટી૨૦ વર્લ્‍ડ કપ પહેલા ક્રિકેટ જગતમાં મોટો વિવાદ સર્જાયો છે. ભારત પ્રવાસ પર આવવાની સતત ના પાડી રહેલા બાંગ્‍લાદેશને ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલે ઝટકો આપ્‍યો છે. જો બાંગ્‍લાદેશ ભારત આવવા તૈયાર નહીં થાય, તો તેમને વર્લ્‍ડ કપમાંથી બહાર કરી તેમની જગ્‍યાએ યુરોપની ટીમ સ્‍કોટલેન્‍ડને તક આપવામાં આવી શકે છે.મીડિયા અહેવાલ મુજબ, આઇસીસીએ બાંગ્‍લાદેશ ક્રિકેટ બોર્ડ(બીસીસી)ને ૨૧ જાન્‍યુઆરી સુધીનું અલ્‍ટીમેટમ આપ્‍યું છે. જો આ સમય મર્યાદામાં બીસીસી ભારત પ્રવાસ માટે સંમતિ નહીં આપે, તો સ્‍કોટલેન્‍ડને તેમની જગ્‍યાએ સામેલ કરવામાં આવશે, કારણ કે સ્‍કોટલેન્‍ડની હાલની ટી૨૦ રેન્‍કિંગ બાંગ્‍લાદેશ કરતા સારી છે. બાંગ્‍લાદેશ સુરક્ષાના કારણોસર ભારતની મુલાકાત લેવા તૈયાર નથી. ઢાકામાં આઇસીસી અને બીસીસી વચ્‍ચે મળેલી બેઠકમાં બાંગ્‍લાદેશે પોતાની મેચો ભારતથી ખસેડીને કો-હોસ્‍ટ શ્રીલંકા લઈ જવાની માંગ કરી હતી. બાંગ્‍લાદેશનું કહેવું છે કે એક સ્‍વતંત્ર એજન્‍સીએ ભારતમાં સુરક્ષાનો ખતરો ‘મધ્‍યમથી ઉચ્‍ચ' ગણાવ્‍યો છે. જોકે, આઇસીસીએ સ્‍પષ્ટ કર્યું છે કે ભારત સરકાર અને એજન્‍સીઓ મુજબ બાંગ્‍લાદેશી ટીમ માટે કોઈ ખાસ ખતરો નથી.

વિવાદના મુખ્‍ય મુદ્દાઓ : ગ્રીપ બદલવાની માંગ ફગાવીઃ બાંગ્‍લાદેશે આયર્લેન્‍ડ સાથે ગ્રુપ બદલવા પણ સૂચન કર્યું હતું (કારણ કે આયર્લેન્‍ડની મેચો શ્રીલંકામા છે), જેને આઇસીસીએ ફગાવી દીધું છે.

 ખેલાડીઓની હડતાળ : બીસીસીના એક અધિકારીએ એવું નિવેદન આપ્‍યું હતું કે જો ટીમ વર્લ્‍ડ કપ નહીં રમે તો બોર્ડને કોઈ નુકસાન નહીં થાય અને ખેલાડીઓને પણ વળતર નહીં મળે. આ નિવેદન બાદ ખેલાડીઓએ હડતાળ પાડી હતી, જે બાદમાં માંડ માંડ થાળે પડી હતી. શેડ્‍યૂલ : બાંગ્‍લાદેશને તેની ત્રણ ગ્રુપ સ્‍ટેજ મેચ કોલકાતામાં અને ચોથી મેચ મુંબઈમાં રમવાની છે, જેની શરૂઆત ૭ ફેબ્રુઆરીથી થશે.

(4:05 PM IST)